Skip to main content
Innerpage slider

કૌશલ્ય વિકાસ

કૌશલ્ય વિકાસ

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ભારતીય એંજિનિયર્સની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની તાલીમ શરૂ

ટી-2 પેકેજ (જે વાપી અને વડોદરા વચ્ચે 237 કી મી કવર કરે છે) તે માટે ભારતીય એંજિનિયર્સની તાલીમ અને કાર્યમાં અગ્ર વ્યક્તિઓની તાલીમ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) કોરિડોરના ભારતીય એંજિનિયર્સની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમ માટે શરૂ થઈ ગઈ છે

એવું ખાસ ધરવામાં આવેલ છે કે ફક્ત પ્રમાણિત એંજિનિયર્સ/ કાર્યમાં અગ્ર હોય તેવી વ્યક્તિઓ જ ટ્રેક કન્સ્ટ્રક્શન વર્ક માટે સાઇટ પર કામકાજ કરશે. આ જાપાની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની ‘ટેકલોલોજી ટ્રાન્સફર ‘ માં મદદ કરશે

બેલાટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમ (જે સ્લેબ ટ્રેક સિસ્ટમ તરીકે ખૂબ જાણીતી છે) જેમ જાપાનીઝ શિંકનસેન હાઇ સ્પીડ રેલમાં ઉપયોગ થાય છે તેમ ભારતીય હાઇ સ્પીડ રેલ પ્રોજેકટમાં સૌ પ્રથમવાર ઉપયોગમાં લેવાશે. આ તાલીમ JARTS ( જાપાનમાં એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇજેશન) દ્વારા અપાશે , જઓ JICA ( મુંબઈ- અમદાવાદ પ્રોજેક્ટની ફંડીંગ એજન્સી) દ્વારા જે તે ફિલ્ડના વિશેષજ્ઞો મારફત નોમિનેટ થયા છે.

આમાં ટ્રેક વર્કના બધા પાસાઓ કવર કરતા 15 જુદા જુદા કોર્સ હશે જે સાઇટ મેનેજર માટેની ટ્રેનીંગ, ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ, RC ટ્રેક બેડ કન્સ્ટ્રક્શન, રેફરન્સ પિન સર્વે અને ડેટા અનાલિસિસ, સ્લેબ ટ્રેક ઈન્સ્ટોલેશન, CAM ઈન્સ્ટોલેશન, રેલ વેલ્ડ ફિનિશિંગ, રેલની એનક્લોઝ્ડ આર્ક વેલ્ડિંગ અને ટર્ન આઔત ઈન્સ્ટોલેશન ની ટ્રેનીંગ સમાવે છે .

લગભગ 1000 એંજિનિયર્સ / કાર્યમાં આગ્ર વ્યક્તિઓ/ ટેક્નિશિયન્સને તાલીમ આપવાની યોજના કરેલ છે. આ માટે ખાસ સુરત ખાતે 3 (ત્રણ) ટ્રેલ લાઇન્સ સાથેની, તાલીમ સુવિધા ઊભી કરવાં આવી છે.

જાપાનીઝ ટ્રેક સિસ્ટમ વિશ્વમાં વિશિષ્ટ છે અને તે મૂકવામાં ખૂબ જ ઉચ્ચ સ્તરનું કૌશલ્ય જરૂરી રહે છે. ટ્રેક હાઇ સ્પીડ રેલમા સૌથી અગત્યનો ભાગ છે અને ખૂબ ઊંચી ચોક્કસઈ સાથે મૂકવાની જરૂર રહે છે. 20 (વિશ) જાપાની વિશેસજ્ઞ ભારતીય એંજિનિયર્સ, સુપરવાઇઝર્સ અને ટેકનિશિયનોને સઘન તાલીમ આપશે અને તેમના કૌશલ્યોની પરખશે અને ખરાઈ કરશે.

Training

 

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ભારતીય એંજિનિયર્સની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની તાલીમ શરૂ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ભારતીય એંજિનિયર્સની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની તાલીમ શરૂ

 

NHSRCL એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે એશિયાના સૌથી મોટા જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબ, સુરતમાં તાલીમ કાર્યક્રમ યોજે છે

નેશનલ સ્કિલ ડેવલોપમેંટ પ્રોગ્રામ મુજબની રીતે NHSRCL  સિવિલ એન્જીનિયરીંગ વિદ્યાર્થીઓ માટે  જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબ ખાતે, જે સુરતમાં મુંબઈ –અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેકટ માટે મેસર્સ એલ એન્ડ ટી દ્વારા સ્થાપવામાં આવી છે, તેમના દ્વારા તાલીમ કાર્યક્રમ યોજી રહી છે.  ( વાપી અને અમદાવાદ વચ્ચે મેસર્સ એલ એન્ડ ટી સિવિલ વર્કનો  અમલ કરી રહી છે 

આ  લેબોરેટરીને એશિયાની સૌથી મોટી જીઓટેકનિકલ લેબોરેટરી ગણવામાં આવે છે.  અને 900 ( 500 ફિલ્ડ પર અને 400 લેબોરેટરીમાં) વ્યક્તિ માટે રોજગારી પેદા કરી છે  એંજિનિયર્સ, ટેક્નિશિયન્સ અને કુશળ મજૂરો સહિત. આ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન સાધનોથી સૌથી શ્રેષ્ઠ રીતે સુ-સજ્જ છે. આ સુવિધા જીઓ ટેકનિકલ એંજિનિયર્સ અને 188 લેબ ટેક્નિશિયન્સ દ્વારા રોજના 3500 ટેસ્ટ કરી શકે છે 

તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને સાધનો સાથે પરિચિત કરવામાં આવે છે જે વિવિધ જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશનમાં વાપરવામાં આવે છે . આ ઉપરાંત, લેક્ચર્સ, ફિલ્ડ ટેસ્ટ, જેવા કે લેબોરેટરી ટેસ્ટ દ્વારા જમીનની લાક્ષણિક્તા નક્કી કરવા માટે પ્લેટ લોડ ટેસ્ટ, પાઇલ લોડ  ટેસ્ટનું પણ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. આ સુવિધાની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજિ (SVNIT) સુરતની 35 વિદ્યાર્થીઓની પહેલી બેચે મેળવી જ લીધી છે.

MAHSR પ્રોજેકટએ સ્થાનિક જીઓટેક ઇન્વેસ્ટિગેશન સેટ અપને તેમના જૂના સાધનોને અપગ્રેડ કરવામાં વેગ/પ્રોત્સાહન પણ આપેલ છે . વલસાડ,સુરત,વડોદરા,આણંદ અને અમદાવાદ ખાતે લગભગ 15 લેબોરેટરીઓએ તેમનું માળખું જે પ્રોજેકટમાં અનુપાલન કરવા જરૂરી છે તેને આંતર રાષ્ટ્રીય ધોરણો મુજબ અપગ્રેડ કરેલ છે.  સંપૂર્ણ ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક ગ્રાઉંડ સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ મશીન પ્રોજેકટ સાઇટ પર મૂકવામાં આવ્યા છે

Students from Sardar Vallabh Bhai National Institute of Technology (SVNIT) attending a training session at Asia’s largest Geotechnical Lab in Surat

સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) ના વિદ્યાર્થીઓ સુરતમાં એશિયાની સૌથી મોટી જીઓટેક્નિકલ લેબમાં તાલીમ સત્રમાં હાજરી આપે છે.

Geotech Lab Surat


જીઓટેક લેબ સુરત
 

Training


સુરત (ગુજરાત) ખાતે એશિયાની સૌથી મોટી જીઓટેક્નિકલ લેબોરેટરીમાં સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ માટેના કૌશલ્ય વિકાસ કાર્યક્રમને ચાલુ રાખીને, સરકારી એન્જિનિયરિંગ કૉલેજ, સુરતના 50 વિદ્યાર્થીઓની બીજી બેચને જીઓટેક્નિકલ પરીક્ષણ સાધનો પર તાલીમ આપવામાં આવી હતી.