Skip to main content

એનએચએસઆરસીએલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં થાણે રોલિંગ સ્ટોક ડેપોની ડિઝાઇન અને નિર્માણ માટે સ્વીકૃતિ પત્ર જાહેર કર્યો છે

Published Date

અત્યાધુનિક મેઇન્ટેનન્સ ઇક્વિપમેન્ટ સાથે ગ્રીન રોલિંગ સ્ટોક ડેપો

મુંબઈ– અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) ની સેવા ગુજરાતમાં સાબરમતી અને સુરત તથા મહારાષ્ટ્રમાં થાણે ખાતે આવેલા ત્રણ રોલિંગ સ્ટોક ડેપો દ્વારા કરવામાં આવશે. જાપાનના શિંકનસેન ડેપોના અનુભવના આધારે ડેપોની રચના કરવામાં આવી રહી છે.

એનએચએસઆરસીએલે મહારાષ્ટ્ર રાજ્યમાં 'થાણે રોલિંગ સ્ટોક ડેપોની ડિઝાઇન અને બાંધકામ' માટે મેસર્સ દિનેશચંદ્ર- ડીએમઆરસી જેવીને સ્વીકૃતિ પત્ર જાહેર કર્યો છે. આ પેકેજમાં સિવિલ વર્કસ, નિરીક્ષણ માટેના શેડ્સ, સમારકામ માટેના ડેપો અને ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને જાળવણી કમિશનિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

થાણે ડેપો લગભગ 55 હેક્ટર વિસ્તારમાં ફેલાશે અને તેમાં ટ્રેનસેટની જાળવણી અને હળવા સમારકામ માટેની સુવિધાઓ પણ હશે. શરૂઆતમાં 4 નિરીક્ષણ લાઇન અને 10 સ્ટેબલિંગ લાઇન બનાવવામાં આવશે, જે ભવિષ્યમાં વધીને અનુક્રમે 8 અને 31 સુધી લઈ જઈ શકાશે.

બોગી એક્સચેન્જ મશીન, અન્ડરફ્લોર વ્હીલ રી-પ્રોફાઇલિંગ મશીન, ટેસ્ટર અને ડેટા રીડર્સ, અલ્ટ્રાસોનિક ખામી ડિટેક્ટર, ટ્રેઇસ્ટેટ વોશિંગ પ્લાન્ટ વગેરે સહિત 40 પ્રકારની ડેપો મશીનરીના આશરે 200 જેટલા નંગ, જેનો ઉપયોગ ડેપોમાં શિંકનસેન ધોરણો મુજબ હાઇ સ્પીડ ટ્રેન સેટની જાળવણી માટે કરવામાં આવશે, તે જાપાનથી ખરીદવામાં આવી રહી છે.

આ ઉપરાંત, થાણે રોલિંગ સ્ટોક ડેપો સાબરમતી અને સુરત ખાતેના વધુ બે ડેપો આ કોરિડોર માટે ગુજરાત રાજ્યમાં નિર્માણાધીન છે. સાબરમતી રોલિંગ સ્ટોક ડેપો આશરે 83 હેક્ટર વિસ્તાર સાથેનો સૌથી મોટો ડેપો હશે. તેમાં નિરીક્ષણ ખાડીઓ, વોશિંગ પ્લાન્ટ, વર્કશોપ, શેડ્સ, સ્ટેબ્લિંગ લાઇન્સ વગેરે સાથેના ટ્રેન સેટ્સના હળવા અને ભારે જાળવણી માટેના અત્યાધુનિક સાધનો હશે. આ ડેપોમાં 10 સ્ટેબલિંગ લાઇનો હશે જે ભવિષ્યમાં વધુ વધારીને 29 લાઇન સુધી કરી શકાશે.

મેસર્સ સોજીઝ - એલ એન્ડ ટી કોન્સોર્ટિયમને એનાયત કરવામાં આવેલા સાબરમતી ડેપોના નિર્માણનું કામ તા. 05.01.2023 થી શરૂ થયું છે. વહીવટી ભવન, એક આરસીસીની મોટી ઇમારત, માટે ખોદકામનું કામ પૂર્ણ થઇ ગયું છે. સ્ટીલના માળખા માટે ડિઝાઇન મંજૂરીઓ, જ્યાં ટ્રેનસેટની જાળવણી અને સંપૂર્ણ મરામત માટેની નિરીક્ષણ ખાડીઓ, ખાડાઓ અને ડેપો મશીનરીઓ આવેલી છે, તે કાર્ય ચાલુ છે. ડેપો માટે જમીન તૈયાર કરવાના કામો બીજા કરાર હેઠળ પૂર્ણ થઈ ચૂક્યા છે.

સુરતમાં આશરે 40 હેક્ટર વિસ્તાર ધરાવતો અન્ય એક ડેપો બનાવવામાં આવી રહ્યો છે. આ ડેપો જાપાનથી પ્રારંભિક ટ્રેનસેટ પ્રાપ્ત કરશે અને તેમાં આ ટ્રેનસેટ્સને શરૂ કરવા માટેની મૂળભૂત સુવિધાઓ પણ હશે.

સુરત ડેપો આયોજિત નિર્માણાધીન સુરત એચએસઆર સ્ટેશનથી અંદાજે 2 કિલોમીટરના અંતરે આવેલું છે. ડેપો પરિસરમાં રોલિંગ સ્ટોકનું દૈનિક અને નિયમિત નિરીક્ષણ કરવામાં આવશે. કામગીરીની શરૂઆત દરમિયાન, આ ડેપો સમારકામ હેતુ માટે બે ટ્રેનસેટ (એક રેલ્વેના પાટાના નિરીક્ષણ માટે અને એક રેલ્વેના પાટાના સ્ટેબ્લિંગ માટે) સમાવવા માટે સક્ષમ હશે. તેને ભવિષ્યમાં નિરીક્ષણ માટેના બે રેલ્વેના પાટા અને સ્ટેબ્લિંગ માટેના ચાર રેલ્વેના પાટા સુધી વધારવાની યોજના છે. નિરીક્ષણ ઉપરાંત કટોકટી સમારકામ અને વ્હીલ રી-પ્રોફાઈલીંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

મેસર્સ એલ એન્ડ ટીને એનાયત કરવામાં આવેલા સુરત ડેપોના કામો સારી રીતે આગળ વધી રહ્યા છે. સ્ટીલના શેડ ઉભા કરવામાં આવ્યા છે, અને ફિનિશિંગનું કામ અમલમાં છે. સ્થળ પર કેટલીક મશીનરીઓ પ્રાપ્ત થઈ છે, જેમાં જાપાનના એક મશીનનો પણ સમાવેશ થાય છે. રેલ્વેના પાટાના પેકેજ કરાર હેઠળ રેલ્વેના પાટા નાખવાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ડેપોમાં જળ સંસાધનનું વ્યવસ્થાપન

એમએએચએસઆર પરના ડેપોમાં યોગ્ય જળ સંસાધન વ્યવસ્થાપન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાબરમતી ડેપોની પાણીની જરૂરિયાત છત પર પડતાં વરસાદના પાણીનો સંગ્રહ કરીને અને બોરવેલમાંથી ખેંચાયેલા પાણીથી લગભગ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવશે. મ્યુનિસિપલ પુરવઠા પર ફક્ત થોડું અવલંબન રહેશે. છત પર પડતાં વરસાદના પાણીને એકત્રિત કરવામાં આવશે અને તેને ડેપો પરિસરમાં ભૂગર્ભ સ્ટોરેજ ટાંકીમાં સંગ્રહિત કરવામાં આવશે. તે પછી તેને વચારવામાં આવશે અને તેને ઉપયોગ માટે યોગ્ય બનાવવામાં આવશે. સપાટી પરથી વહેતા સ્ટોર્મ વોટરને ખુલ્લા પાણીના જળાશયોમાં લઈ જવામાં આવશે, જે ડેપોના પરિસરની અંદર પણ આવેલા છે અને તેનો ઉપયોગ એક્વિફર્સને રિચાર્જ કરવા માટે પણ કરવામાં આવશે. ટ્રેનસેટમાંથી અને ડેપોની અંદર ઉત્પન્ન થતા ગટર અને ગંદા પાણીને આધુનિક સુએજ ટ્રીટમેન્ટ અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરીને ફરી ઉપયોગમાં લેવામાં આવશે. આ ફરી વાપરી શકાય તેવું બનાવેલું પાણી ડેપોની કુલ જરૂરિયાતના લગભગ 70 ટકા જેટલું પાણી પૂરું પડશે.

થાણે ડેપોમાં ઉચિત છત પર પડતાં વરસાદી પાણી અને વરસાદી પાણીનો સંગ્રહ તેમજ ગટર વ્યવસ્થા અને ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટો પણ પૂરા પાડવામાં આવશે.

કચરો સોપવાની વ્યવસ્થા: સાબરમતી અને થાણે ડેપોમાં ટ્રેનોમાં તેમજ ડેપોમાં ઉત્પન્ન થતા કચરાને અલગ પાડવા, તેનું ઘનીકરણ કરવા અને તેના સંચાલન માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે.

ગ્રીન ડેપોની મુખ્ય લાક્ષણિકતાઓ

  • ડેપોને હાલના કામના ભારણ અને ભવિષ્યના વિસ્તરણને ધ્યાનમાં રાખીને જમીનના મહત્તમ ઉપયોગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે
  • ડેપોમાં વિવિધ સુવિધાઓની રચનાનો યોગ્ય ક્રમ અને કાર્યક્ષમ કાર્ય પ્રવાહ પ્રદાન કરશે
  • ડેપો વિશાળ, અવરોધ મુક્ત માર્ગો અને નિરીક્ષણ ડેક સાથે કર્મચારીઓ માટે સલામત, આરામદાયક અને કાર્યદક્ષ કાર્ય વાતાવરણ પૂરું પાડશે
  • શેડ / ઇમારતોની રચના એવી રીતે કરવામાં આવશે કે જેથી ભવિષ્યમાં સોલર પેનલ્સ સ્થાપિત કરી શકાય
  • ડેપોને અવાજ નિયંત્રણ, ધૂળનું દમન અને યોગ્ય વેન્ટિલેશનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે, જેથી કામનું તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડી શકાય. કુદરતી પ્રકાશ સાથે એલઇડી આધારિત કૃત્રિમ પ્રકાશ વ્યવસ્થાથી પણ પ્રકાશ પ્રદાન કરવામાં આવશે
  • આધુનિક સાધનસામગ્રી સોંપણી અને સંગ્રહ વ્યવસ્થા (માલ સુચિ સંચાલન સાથે) પ્રદાન કરવામાં આવશે.
Related Images