Published Date
પ્રોજેક્ટ સ્થિતિ 8 જાન્યુઆરી 2024 ના રોજ
- પ્રોજેક્ટની વિશિષ્ટતાઓ
- ગુજરાત અને મહારાષ્ટ્ર માટેના તમામ સિવિલ કોન્ટ્રાક્ટરોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
- 120.4 કિ.મી.ના ગર્ડરને લોન્ચ કરવામાં આવ્યા છે અને 271 કિ.મી.નું પિયર કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે
- ગુજરાત, DNH અને મહારાષ્ટ્રમાં 100% જમીન સંપાદન કાર્ય પૂર્ણ થયું છે.
- જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી એમએએચએસઆર કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ (આરસી) ટ્રેક બેડ પાથરવાની શરૂઆત સુરત અને આણંદમાં થઈ ગઈ છે. ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- ગુજરાતના વલસાડના ઝરોલી ગામ નજીક આવેલી 350 મીટર લંબાઈ અને 12.6 મીટર વ્યાસની પ્રથમ પર્વતીય બોગદાને માત્ર 10 મહિનામાં પૂર્ણ કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.
- પ્રથમ સ્ટીલ બ્રિજ, 70 મીટર પહોળો અને 673 મેટ્રિક ટન વજન ધરાવતો, સુરત, ગુજરાતમાં એન.એચ. 53 પર બાંધવામાં આવ્યો હતો. ૨૮ માંથી આવા ૧૬ પુલો ફેબ્રિકેશનના વિવિધ તબક્કાઓ હેઠળ છે.
- પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો) અને વેંગાણીયા (નવસારી જિલ્લો) અને વેંગાણીયા (નવસારી જિલ્લો) એમ કુલ ૨૪ નદીઓ પરના પુલોમાંથી છ નદીઓ પર પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી અન્ય નદીઓ પર કામ ચાલી રહ્યું છે.
- કામગીરી દરમિયાન ટ્રેન અને સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા પેદા થનારા ઘોંઘાટને ઘટાડવા માટે, વાયડક્ટની બંને બાજુ અવાજ અવરોધકો ઉભા કરવામાં આવી રહ્યા છે.
- ભારતની પ્રથમ 7 કિલોમીટરની દરિયા નીચેનું રેલ બોગદું કે જે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબા બોગદાંનો એક ભાગ છે, તેના માટે કામનો શુભારંભ થઈ ચૂક્યો છે.
- મુંબઇ એચએસઆર સ્ટેશનના નિર્માણ માટે ખોદકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
- જમીન સંપાદનની સ્થિતિ:
- એકંદરેઃ- 100 %
- ગુજરાતઃ- 100 %
- ડીએનએચઃ- 100%
- મહારાષ્ટ્રઃ- 100 %
- ગુજરાતમાં કાર્ય પ્રગતિ
- 3.1. વાયડક્ટ: કુલ - 352 કિ.મી.
- - થાંભલા + ખુલ્લા ફાઉન્ડેશન: 343.9 કિ.મી.
- - ફાઉન્ડેશન: 294.5 કિ.મી.
- - થાંભલા (સ્ટેશનો સહિત): 271 કિ.મી.
- - થાંભલા (સ્ટેશનો સિવાય): 268.5 કિ.મી.
- - ગર્ડર્સની સંખ્યા: 3797
- - ગર્ડર કાસ્ટિંગ: 152 કિ.મી.
- - વાયડક્ટ (ગર્ડર લોન્ચિંગ): 120.4 કિ.મી.
- 3.2. વિશેષ પુલો
- 28 રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો, સિંચાઈ નહેરો અને રેલવે (ગુજરાતમાં 17, મહારાષ્ટ્રમાં 11) પરના ક્રોસિંગને લાંબા ગાળાના સ્ટીલ માળખા દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
- 3.3. સ્ટેશનો અને ડેપો
-
ગુજરાત
- તમામ 8 એચએસઆર સ્ટેશનો (વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી) પર કામ નિર્માણના વિવિધ તબક્કાઓ હેઠળ છે.
- - તમામ 8 એચએસઆર સ્ટેશનો માટે ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થઈ છે.
- - વાપી સ્ટેશન - રેલ લેવલ સ્લેબ (200 મીટર)નું કામ પૂર્ણ થયું છે.
- - બીલીમોરા સ્ટેશન - 288 મીટરના રેલ સ્તરના સ્લેબનું કાસ્ટિંગ પૂર્ણ થયું છે.
- - સુરત સ્ટેશન – કોન્કોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબ (450 મીટર)નું કામ પૂર્ણ થયું છે. પ્લેટફોર્મ લેવલ સ્લેબનું કાસ્ટિંગ શરૂ થયું છે અને 557 મીટર કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.
- - આનંદ સ્ટેશન – કોન્કોર્સ સ્લેબ અને રેલ સ્તરનો સ્લેબ (425 મીટર) પૂર્ણ થયો છે. 124 મીટરનો પ્લેટફોર્મ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે..
- - અમદાવાદ સ્ટેશન – કોન્કોર્સ સ્લેબ (435 મીટર)નું કામ પૂર્ણ થયું છે.
- - સુરત ડેપો – ફાઉન્ડેશન અને સુપર સ્ટ્રક્ચરના કામો પૂર્ણ થયા છે.
- - સાબરમતી ડેપો – ખોદકામ પૂર્ણ થયું છે; ઓએચઇ ફાઉન્ડેશનનું કામ ચાલુ છે.
મહારાષ્ટ્ર
- મહારાષ્ટ્રમાં મુંબઇ એચએસઆર સ્ટેશન માટે કામ શરૂ થયું છે. 99% સેકન્ટ થાંભળાઓનું કાર્ય પૂર્ણ થયું છે. 104,421 કમ ખોદકામ કરવામાં આવ્યું છે. એન્કર ફિક્સિંગનું કામ શરૂ થઈ ગયું છે જે બીજા સ્તર માટે ખોદકામની સુવિધા આપશે.
- મહારાષ્ટ્રમાં 3 સ્ટેશનો (બોઇસર, વિરાર અને થાણે) સહિત બાકીના એલાઇનમેન્ટ માટે જીયોટેકનું કામ ચાલુ છે.
- 3.1. વાયડક્ટ: કુલ - 352 કિ.મી.