NHSRCL એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે એશિયાના સૌથી મોટા જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબ, સુરતમાં તાલીમ કાર્યક્રમ યોજે છે
નેશનલ સ્કિલ ડેવલોપમેંટ પ્રોગ્રામ મુજબની રીતે NHSRCL સિવિલ એન્જીનિયરીંગ વિદ્યાર્થીઓ માટે જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન લેબ ખાતે, જે સુરતમાં મુંબઈ –અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેકટ માટે મેસર્સ એલ એન્ડ ટી દ્વારા સ્થાપવામાં આવી છે, તેમના દ્વારા તાલીમ કાર્યક્રમ યોજી રહી છે. ( વાપી અને અમદાવાદ વચ્ચે મેસર્સ એલ એન્ડ ટી સિવિલ વર્કનો અમલ કરી રહી છે
આ લેબોરેટરીને એશિયાની સૌથી મોટી જીઓટેકનિકલ લેબોરેટરી ગણવામાં આવે છે. અને 900 ( 500 ફિલ્ડ પર અને 400 લેબોરેટરીમાં) વ્યક્તિ માટે રોજગારી પેદા કરી છે એંજિનિયર્સ, ટેક્નિશિયન્સ અને કુશળ મજૂરો સહિત. આ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન સાધનોથી સૌથી શ્રેષ્ઠ રીતે સુ-સજ્જ છે. આ સુવિધા જીઓ ટેકનિકલ એંજિનિયર્સ અને 188 લેબ ટેક્નિશિયન્સ દ્વારા રોજના 3500 ટેસ્ટ કરી શકે છે
તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને સાધનો સાથે પરિચિત કરવામાં આવે છે જે વિવિધ જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશનમાં વાપરવામાં આવે છે . આ ઉપરાંત, લેક્ચર્સ, ફિલ્ડ ટેસ્ટ, જેવા કે લેબોરેટરી ટેસ્ટ દ્વારા જમીનની લાક્ષણિક્તા નક્કી કરવા માટે પ્લેટ લોડ ટેસ્ટ, પાઇલ લોડ ટેસ્ટનું પણ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. આ સુવિધાની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજિ (SVNIT) સુરતની 35 વિદ્યાર્થીઓની પહેલી બેચે મેળવી જ લીધી છે.
MAHSR પ્રોજેકટએ સ્થાનિક જીઓટેક ઇન્વેસ્ટિગેશન સેટ અપને તેમના જૂના સાધનોને અપગ્રેડ કરવામાં વેગ/પ્રોત્સાહન પણ આપેલ છે . વલસાડ,સુરત,વડોદરા,આણંદ અને અમદાવાદ ખાતે લગભગ 15 લેબોરેટરીઓએ તેમનું માળખું જે પ્રોજેકટમાં અનુપાલન કરવા જરૂરી છે તેને આંતર રાષ્ટ્રીય ધોરણો મુજબ અપગ્રેડ કરેલ છે. સંપૂર્ણ ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક ગ્રાઉંડ સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ મશીન પ્રોજેકટ સાઇટ પર મૂકવામાં આવ્યા છે
સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) ના વિદ્યાર્થીઓ સુરતમાં એશિયાની સૌથી મોટી જીઓટેક્નિકલ લેબમાં તાલીમ સત્રમાં હાજરી આપે છે.

જીઓટેક લેબ સુરત

સુરત (ગુજરાત) ખાતે એશિયાની સૌથી મોટી જીઓટેક્નિકલ લેબોરેટરીમાં સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ માટેના કૌશલ્ય વિકાસ કાર્યક્રમને ચાલુ રાખીને, સરકારી એન્જિનિયરિંગ કૉલેજ, સુરતના 50 વિદ્યાર્થીઓની બીજી બેચને જીઓટેક્નિકલ પરીક્ષણ સાધનો પર તાલીમ આપવામાં આવી હતી.