Skip to main content

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે લાઇન માટેનું મહારાષ્ટ્રમાં નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ બાંધકામ કોન્ટ્રાક્ટ પેકેજ સોંપે છે, મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે કોરિડોર માટેનો બાંધકામ કોન્ટ્રાક્ટ 100% સિવિલ કોન્ટ્રાક્ટ આપ્યો

Published Date

નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડે બાંધકામ કોન્ટ્રાક્ટ, 135 કી.મી.ની મુંબઈ -અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે લાઇન અને મહારાષ્ટ્ર રાજયમાં 7 ટનલ તથા લાંબામાં લાંબો વૈતરણાં નદી પરનો બ્રિજ, 2 કી.મી. સહિત ધરાવે છે તેનું છેલ્લું સિવિલ પેકેજ (સી3) સોંપી દીધું છે.

આ સાથે, મહારાષ્ટ્ર રાજ્ય ટુકડામાં આવતા બધા જ ત્રણેય સિવિલ પેકેજ : (મુંબઈ-કુરલા કોમ્પ્લેક્સ) હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન (સી 1)નું બાંધકામ, 21 કિમી (સી 2) 7 કી.મી. સમુદ્ર નીચેની ટનલ સહિત, નું બાંધકામ અને મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે કોરિડોરની 135 કી.મી. લાઇન (સી 3) નું બાંધકામ સોંપી દીધેલ છે

આ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે કોરિડોરના 508 કી.મી. ના લાંબા બધા જ 11 સિવિલ પેકેજની કાર્યસોંપણી દર્શાવે છે જે 465 વાયાડક્ટ/ખાડી/મહાનદી બ્રિજ, 12 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો , 3 રોલિંગ સ્ટોક ડેપો, 28 સ્ટિલ બ્રિજ (જે 10 કી.મી.ની વાયાડક્ટ/ખાડી/મહાનદી બ્રિજ, 24 નદીના બ્રિજ, 9 ટનલ્સ- 7 કિમી ભારતની પ્રથમ લાંબામાં લાંબી સમુદ્ર નીચેની ટનલ સહિત) ધરાવે છે

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે કોરિડોર, 28 કોન્ટ્રાક્ટ પેકેજમાં વહેંચાયેલો છે જેમાંથી 11 સિવિલ પેકેજ છે - જે 33 મહિનાના સમયગાળામાં કરવા માટે આપવામાં આપેલ છે. 237 કી,મીની વાયાડકટ બાંધવાનો પ્રથમ સિવિલ કોન્ટ્રાક્ટ, જે 4 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો (વાપી, બીલીમોરા,સુરત અને ભરુચ) અને ગુજરાત રાજ્યમાં સુરત ખાતેનો રોલિક સ્ટોક સહિત, ધરાવે છે તે 28મી ઓકોટોબર 2020 ના રોજ આપેલ, જે ભારતમાં આપેલો સૌથી મોટો સિવિલ કોન્ટ્રાક્ટ હતો અને 135 કીમી નો મહારાષ્ટ્ર રાજયમાં આવતો અંતિમ વાયાડક્ટ સિવિલ કોન્ટ્રાક્ટ, 3 હાઈ સ્પીડ સ્ટેશનો (થાણે, વીરાર અને બોઈસર) સાથેનો 19મી જુલાઇ 2023ના આપવામાં આવેલ હતો.

વાયાડકટ બાંધકામને ગતિ આપવા ભારતમાં પ્રથમ વખત જ, 40 મી. લાંબા, 970 ટન વજનના ફૂલ સ્પાન ગર્ડર્સને એકમાત્ર પ્રકારના આવા ઇક્વિપમેન્ટ સેટ ફૂલ સ્પાન દ્વારા ચડાવીને મૂકવામાં આવ્યા હતા : સ્ટાન્ડર્ડ કેરિયર, બ્રિજ ગેંટ્રી, ગર્ડર ટ્રાન્સપોર્ટર અને ગર્ડર લોંચર જેની ડિઝાઇન ભારતમાં જ કરવામાં આવી હતી અને બનાવવામાં આવ્યા હતા. આ ટેક્નોલોજી પરંપરાગત સેગમેન્ટ લોન્ચિંગ ટેક્નોલોજી કરતાં લગભગ 10 ગણી ઝડપી છે અને તેણે બાંધકામ ઉદ્યોગને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે.

આ મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટમાં 1.6 કરોડ ક્યૂ મી. સિમેન્ટ અને 17 લાખ મે.ટન સ્ટિલ વાપરાય તે અપેક્ષિત છે અને સિમેન્ટ અને સ્ટીલ ઉદ્યોગને વેગ આપવા એક ઉદીપક/કેટેલિસ્ટનું કાર્ય કરશે .

ગુજરાતમાં એટ્લે કે 508 કિ મી માંથી 352 કિમી ના સંપૂર્ણ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે કોરિડોર ભાગના ટ્રેક વર્કના ટેન્ડર કામ આપી પણ દેવામાં આવ્યા છે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે કોરિડોર માટેની હાઇ-સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમ ભારતીય ઇજનેરો અને વર્ક લીડર્સ માટે તાલીમ શરૂ પણ થઈ ગઈ છે. લગભગ 1000 એંજિનિયર્સ/વર્ક લીડર્સ/ટેક્નિશિયન્સ ને સુરત ખાતે ખાસ ઊભી કરેલ સુવિધામાં તાલીમ આપવાનું આયોજન છે .લગભગ 20 જાપાની વિશેષજ્ઞ ભારતીય એંજિનિયરો/સુપરવાઇઝર્સ અને ટેક્નિશિયનોને સઘન તાલીમ આપશે અને તેમના કૌશલ્યોને પ્રમાણિત કરશે

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે સી-3 પર વધારાની વિગતો

  • કુલ લંબાઈ 135 કિમી (મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર શીલફાટા અને ઝરોલી ગામ વચ્ચે )
  • વાયડક્ટ અને બ્રિજ : 124 કિમી
  • બ્રિજ અને ક્રોસિંગ: કુલ 36, 12 સ્ટીલ બ્રિજ સહિત
  • સ્ટેશનો : 3 સંખ્યા છે એટ્લે કે ઠાણે, વિરાર અને બોઈસર (બધા ઊભા કરાયા છે)
  • પર્વતીય ટનલ્સ : કુલ 6
  • નદી બ્રિજ : ઉલ્હાસ નદી, વૈતરણાં અને જગની, મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટનો લાંબામાં લાંબો બ્રિજ (2.28 કિમી) ની વૈતરણા નદી પર હશે
Related Images