Published Date
બોઇસર એ મુંબઇ મેટ્રોપોલિટન ક્ષેત્રનું સૌથી મોટું ઔદ્યોગિક ઉપનગર છે. ખૂબ જ ટૂંક સમયમાં આ ઓદ્યોગિક ઉપનગરને નિર્માણાધીન બોઇસર બુલેટ ટ્રેન સ્ટેશન સાથેના તેના જોડાણને વેગ મળશે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુંબઈની મધ્યમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સથી બોઈસર વચ્ચે મુસાફરીનો કુલ સમય 36 મિનિટનો થઈ જશે.
- બોઇસર બુલેટ ટ્રેન સ્ટેશનના અગ્રભાગની ડિઝાઇન માછલી પકડવાની જાળથી પ્રેરિત છે, જેનો ઉપયોગ આ ક્ષેત્રના કોંકણી માછીમારો દ્વારા કરવામાં આવેલ છે
- સ્થળ: આ સ્ટેશન બોઇસર-ચિલ્લર રાજ્ય ધોરીમાર્ગ (ક્રમાંક 32) પર ગ્રામ પંચાયત માન (બેટેગાંવ અને માન ગામ સ્થિત) ની નજીક આવેલું છે.
- NH 48 (દિલ્હી - ચેન્નાઈ) 13.6 કિમી અને બોઇસર પશ્ચિમ રેલવે સ્ટેશન અને બોઇસર બસ સ્ટેશન બોઇસર બુલેટ ટ્રેન સ્ટેશનથી 6 કિમી દૂર છે.
- સ્ટેશન સુવિધાઓ:
- બે માળની સ્ટેશન બિલ્ડિંગમાં લાઉન્જ, પ્રતીક્ષાલય (પેઇડ અને અનપેઇડ વિસ્તાર બંને), સ્મોકિંગ રૂમ, ફર્સ્ટ એઇડ, શૌચાલય અને પીવાના પાણીની સુવિધાઓ, લેવલ ચેન્જ માટે લિફ્ટ અને એસ્કેલેટર, કોન્કોર્સ લેવલ પર પેઇડ અને અનપેઇડ વિસ્તારની દુકાનો હશે.
- સ્ટેશન બિલ્ડિંગની બહાર – ખાનગી કાર, ટેક્સી, ટુ વ્હીલર્સ અને બસો માટે પાર્કિંગ, ઓટો સ્ટેન્ડ, સ્ટેશન પ્લાઝા, ગ્રીન એરિયા/પાર્ક્સ.
- સ્ટેશનની આસપાસ ઔદ્યોગિક અને પર્યટન સ્થળો
- બોઈસર અને તારાપુર ઔદ્યોગિક વિસ્તાર
- તારાપુર એટોમિક પાવર સ્ટેશન અને બીએઆરસી
- વઢવાણ પોર્ટ
- પર્યટક સ્થળો - ચિચની બીચ, નંદગાંવ બીચ, શિરગાંવ બીચ, કેલવા બીચ દહાણુ અને બોરડી બીચ, હિરદપાડા અને કલામનદેવી ધોધ. મહાલક્ષ્મી મંદિર