Published Date
આ 20 દિવસનો તાલીમ કાર્યક્રમ સ્લેબ ટ્રેક અને સિમેન્ટ ડામર મોર્ટાર (CAM) ઇન્સ્ટોલેશન પર આધારિત હતો.
સુરત ખાતે હાઇ-સ્પીડ રેલ ટ્રેક ઇન્સ્ટોલેશન તાલીમ માટે હેતુ-નિર્મિત ટ્રેક ટ્રેનિંગ ફેસિલિટી ખાતે કાર્યક્રમ દરમિયાન છ (06) જાપાની નિષ્ણાતો દ્વારા 20 ઇજનેરો, કાર્યકારી નેતાઓ અને ટેકનિશિયનોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેઓને પ્રમાણિત કરવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રેક નિર્માણ માટે લગભગ 1000 ભારતીય એન્જિનિયરોને 15 અલગ-અલગ મોડ્યુલમાં જાપાની નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષિત અને પ્રમાણિત કરવામાં આવશે.