મુખ્ય સામગ્રી પર જાઓ

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

મીડિયા સંક્ષિપ્તઃ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બિલ્ડિંગ માટે ગ્રીન એનર્જી

Published Date

ગુજરાતમાં પ્રથમ વખત- રેસ્કો મોડ હેઠળ રૂફ-ટોપ સોલાર પ્લાન્ટ 

ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ હબ બિલ્ડિંગ દ્વારા (રિન્યુએબલ એનર્જી સર્વિસ કંપની) રેસ્કો મોડ હેઠળ 700 કિલોવોટનો સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે.
સાબરમતી હબ મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ બિલ્ડિંગ એ એવી બિલ્ડિંગ છે, કે જે રેલવે સ્ટેશન, મેટ્રો, બીઆરટી અને માર્ગ પરિવહનનાં અન્ય માધ્યમો જેવા પરિવહનનાં અન્ય માધ્યમોને એચએસઆર સિસ્ટમ સાથે અવિરત જોડાણ પ્રદાન કરશે.
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ચલાવતી કંપની નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એન.એચ.એસ.આર.સી.એલ.) ગુજરાત રાજ્યની એવી પ્રથમ કંપની બની છે કે જેણે રેસ્કો મોડમાં નેટ-મીટરિંગ માટે મંજૂરી મેળવી છે અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જીઈડીએ) પાસેથી રજિસ્ટ્રેશન પણ મેળવ્યું છે.
આ વ્યૂહાત્મક પહેલને પરિણામે મૂડી ખર્ચ (કેપેક્સ)માં રૂ. 2.73 કરોડની નોંધપાત્ર બચત થઈ છે, જે કદાચ રૂફ ટોપ સોલર પ્લાન્ટની સ્થાપનામાં ખર્ચવામાં આવી હશે.
આ સોલાર પ્લાન્ટથી દર વર્ષે આશરે 10 લાખ યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન થવાની અપેક્ષા છે, જેમાં એનએચએસઆરસીએલ દ્વારા 25 વર્ષના નોંધપાત્ર ગાળા માટે શૂન્ય રોકાણ અને જાળવણી ખર્ચ કરવામાં આવશે.
રેસ્કો મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવેલા સોલર ફોટોવોલ્ટેઈક (પીવી) પ્રોજેક્ટને આગામી 25 વર્ષ માટે યુનિટ દીઠ રૂ. 3.9 ના આકર્ષક દરે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. આ દર હાલના ડિસ્કોમ (ડી.આઈ.એસ.સી.ઓ.એમ.) દર કરતાં નોંધપાત્ર રીતે નીચો છે, જે પ્રતિ યુનિટ આશરે રૂ. 11 ના વર્તમાન ડિસ્કોમ (ડી.આઈ.એસ.સી.ઓ.એમ.) દર કરતા ઘણો નીચો છે, જે આર્થિક સધ્ધરતા પર ભાર મૂકે છે અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉકેલોને અપનાવવાના કાયમી ફાયદાઓ પર પણ ભાર મૂકે છે.
એનએચએસઆરસીએલનો દૂરંદેશીભર્યો અભિગમ હરિયાળા ભવિષ્ય તરફનું મહત્ત્વનું પગલું સૂચવે છે એટલું જ નહીં, પરંતુ ઊર્જા વપરાશના ક્ષેત્રમાં ટકાઉ પદ્ધતિઓનું અન્વેષણ કરવા અને તેને અપનાવવા માટે અન્ય કંપનીઓ માટે એક દાખલો બેસાડે છે. વધુમાં, એનએચએસઆરસીએલે તેના પ્રથમ રૂફ-ટોપ સોલર પ્રોજેક્ટની નોંધણી સાથે તેના સ્ટેશનો, ઇમારતો, ડેપો અને શેડમાં તેના એલાઇનમેન્ટમાં આવા વધુ પ્રોજેક્ટ્સ માટે કમર કસી છે.
Related Images