તેમણે વૈતરણા નદી પર કામચલાઉ એક્સેસ પુલના નિર્માણની સમીક્ષા કરી હતી. એક તરફ પશ્ચિમ રેલવેની લાઇનો અને બીજી તરફ કળણવાળી જગ્યાની વચ્ચે આવેલો આ કામચલાઉ એક્સેસ બ્રિજ મુખ્ય પુલના નિર્માણમાં મદદરૂપ થવા માટે માનવી અને મશીનરીની અવરજવર માટે જરૂરી મહત્ત્વનું માળખું છે.
વૈતરણા નદી પરનો પુલ બુલેટ ટ્રેન કોરિડોર માટે 2.32 કિ.મી.નો નદી પરનો સૌથી લાંબો પુલ હશે.
તેમણે પાલઘર જિલ્લાના જલસરમાં સ્થિત એમએએચએસઆર કોરિડોરની સૌથી લાંબી માઉન્ટેન ટનલ માટે ચાલી રહેલા નિર્માણ કાર્યોનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ 1.4 કિમી (અંદાજે) ટનલનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)નો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે. તેમણે પાલઘર ખાડામાં અન્ય પર્વતીય ટનલના નિર્માણ પ્રવૃત્તિઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.
શ્રી ગુપ્તાએ નિર્માણાધીન વિરાર બુલેટ ટ્રેન સ્ટેશનની પણ સમીક્ષા કરી હતી, જે એક જટિલ માળખું છે, જે બે બાજુએથી પર્વતોથી ઘેરાયેલું છે.