Skip to main content
Skip to main content
Guj

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

myth-vs-fact-banners1

પ્રેસ જાહેરાત: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન અલાઈનમેન્ટ વડોદરા, ગુજરાતમાં વિશ્વામિત્રી નદી પાર કરતા

Published Date

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની લાઈનદોરી વડોદરા ખાતે અને તેની આસપાસ વિશ્વામિત્રિ નદીને 9 સ્થળોએથી ઓળંગે છે. પ્રવાહની સામાન્ય પહોળાઈ 50 થી 80 મીટર વચ્ચે છે.

નદી તેની પ્રવાહની દિશામાં વળાંકવાળાં પ્રવાહના લક્ષણોને લીધે વિશિષ્ટ છે. ઉનાળામાં સામાન્ય રીતે જળપ્રવાહ 10 થી 20 મીટર જેટલો હોય છે, જ્યારે ચોમાસામાં મુખ્ય પ્રવાહના બંને તરફના તટની ઓછી ઊંચાઈને કારણે નદી કેટલીક જગ્યાએ 100 મીટરથી પણ વધુ પહોળી થાય છે. 

વિશ્વામિત્રી નદીના આશરે 1.7 કિલોમીટર લાંબા માર્ગ માટે બુલેટ ટ્રેનના થાંભલા ગોળ આકારના બનાવવામાં આવ્યા છે (કુલ 46 થાંભલા) જેથી નદી ફૂલીને થાંભલા સુધી આવતી હોય ત્યારે પણ જળપ્રવાહ વિહિત રહે અને અવરોધ ન થાય. આ થાંભલાઓનો વ્યાસ 4 થી 5 મીટર સુધીનો છે અને બનેલા કોઈપણ થાંભલા નદીના જળપ્રવાહમાં કોઇપણ પ્રકારનો અવરોધ ઊભો કરતાં નથી. 

વિશ્વામિત્રી નદીમાં જળપ્રવાહ સરળ રહે તે માટે નદી અને તેના આસપાસથી તમામ કચરો અને બાંધકામ સામગ્રી સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવી છે જેથી કોઈ અવરોધ ઊભો ન થાય. તૈયારીને વધુ મજબૂત બનાવવા અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે સાઇટના ઈજનેરો, સુપરવાઈઝરો અને કામદારો માટે ખાસ જાગૃતિ અભિયાન અને તાલીમ સત્રો યોજવામાં આવ્યા છે. મુખ્ય નદીઓમાં ચોમાસાની પીક સિઝનમાં જળસ્તર અને પ્રવાહ દર માટે દૈનિક દેખરેખનું આયોજન કરવામાં આવ્યું છે.

ચોમાસાની ઋતુ દરમિયાન વિશ્વામિત્રી નદીના જળપ્રવાહમાં કોઈ અવરોધ ન આવે તે માટે નદીના તમામ સ્થળોએથી તાત્કાલિક પસાર માર્ગો/એપ્રોચ રોડ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. 

વડોદરાની નજીક આવેલા પાણીના સ્ત્રોતો મગરોના વસવાટ વિસ્તાર તરીકે ઓળખાતા હોવાને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય નિષ્ણાતની સલાહથી મગર વ્યવસ્થાપન અને સંરક્ષણ યોજના તૈયાર કરવામાં આવી છે. સ્થળો પર સપષ્ટ અને પ્રતિબિંબિત સંકેતો (સાઇનબોર્ડ) સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં ઈમરજન્સી સંપર્ક નંબરો આપવામાં આવ્યા છે. વિવિધ બિંદુઓ પર મગરોના પ્રવેશને રોકવા માટે સુરક્ષાત્મક વાયર ફેન્સિંગ અને બેરિકેડિંગ કરવામાં આવી છે.

સૂચિત આયોજન, સ્થાનિક સત્તાધીશો સાથે સંકલન અને સ્થળ પર પૂર્ણ તૈયારી સાથે વડોદરામાં બુલેટ ટ્રેનનું બાંધકામ કાર્ય ચોમાસાની ઋતુ દરમિયાન નિરબાધિત રીતે આગળ વધવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

Related Images