મોટા પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેઓ જે શહેરમાં શરુ કરવામાં આવે છે તે શહેરમાં વિકાસ અને પ્રગતિ લઇ આવે છે. પરંતુ, કેટલીકવાર, બાંધકામ અને વપરાતા ઉત્પાદનો પર્યાવરણને પ્રતિકૂળ નુકસાન પહોંચાડે છે. MAHSR કોરિડોરના કિસ્સામાં, ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્રમાં વન્યજીવન માટે કેટલાક પર્યાવરણીય સંબંધિત મુખ્ય સ્થળ જેમ કે-સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP), તુંગારેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી (TWS)-જ્યાં હાઈ-સ્પીડ ટ્રેઈનની સ્થાપનાથી ટ્રેન આ સ્થળોના સંપર્કમાં આવશે, ત્યાં એ સુનિશ્ચિત કરવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે કે આ પ્રોજેક્ટને કારણે કોઈ પ્રતિકૂળ અસર ન થાય.
મુંબઈ સાથેની નિકટતાને કારણે, આ ક્ષેત્રને પ્રદેશમાં આવતા ત્રણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પસંદ કરવામાં આવ્યા છે-MAHSR કોરિડોર, દિવા-પનવેલ રેલ્વે લાઇન, DFCCIL ટ્રેક અને MMRDA દ્વારા આયોજિત ફ્યુચર એક્સપ્રેસ વે-તમામ SGNP અને TWS વચ્ચે 80-100 મીટરના રસ્તો પર.
આ વિસ્તારની આજુબાજુના શહેરોમાં રહેતા લોકો માટે શહેરનું વિકાસ એક સારા સમાચાર હોવા છતાં, મોટા પાયાનું બાંધકામ વન્યજીવન માટે મોટા અવ્યવસ્થાનું કારણ બનશે. વિવિધ હિસ્સેદારો વચ્ચે ઘણા વિચાર -વિમર્શ થયા પછી, એક એનિમલ કોરિડોર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો - એક અંડરપાસ અને ઓવરપાસ સાથે - જે પ્રભાવિત વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર માટે સરળ માર્ગ પ્રદાન કરશે. 30 મીટરની પહોળાઈ ધરાવતો ઓવરપાસ હાલની દિવા - વસઈ લાઈન, પ્રસ્તાવિત DFCCIL લાઈન અને PWD રોડ ઉપર આવશે અને MAHSR લાઈન અને MMC વાયાડક્ટની નીચે હશે. તેની ડિઝાઇન આસપાસના વિસ્તારોની કુદરતી વનસ્પતિ સાથે મળતી આવશે અને પ્રાણીઓને સુરક્ષાની લાગણી આપવા માટે મોટા પથ્થરો, લાકડાં અને જળાશયો જેવા તત્વો સ્થાપિત કરવામાં આવશે.
WOP એન્ટ્રી અને એગઝીટ સંપૂર્ણપણે SGNP અને TWLS ની સીમામાં પૂરતું ફનલિંગ અને ઓછામાં ઓછા 3-મીટર લંબાઈ ધરાવતી સૂચિત વાડ, વધારાનો ટોચનો (0.5 મીટર) અંદર તરફ વળેલો ભાગ ધરાવે છે જેથી ખાતરી કરી શકાય કે પ્રાણીઓ તેની ઉપર કુદશે નહિ. આ વિસ્તારમાં ભારે લાઇટિંગના ઉપયોગ પર નિયંત્રણો લાદવામાં આવશે અને ઉચ્ચ ગુણવત્તાના ઘોંગાટ માટેના અવરોધો ઉભા કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે પ્રાણીઓ સુરક્ષિત વાતાવરણમાં રહે છે.
વાઇલ્ડ લાઇફ કોરિડોર/WOP માં તેના સમગ્ર વિભાગ એટલે કે એન્ટ્રી અને એગઝીટ બાજુ સુધી સામેલ સંરક્ષિત વિસ્તારોના સંબંધિત કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ મેકેનિઝ્મ ધરાવતા નેટ કનેક્ટેડ CCTV સર્વેલન્સની જોગવાઈઓ હશે.
સંજય ગાંધી નેશનલ પાર્ક અને ટુંગારેશ્વર વાઇલાઇફ સેન્કચ્યુરી વચ્ચે બાંધવામાં આવનાર એનિમલ પેસેજ કોરિડોર માટેની મંજૂરી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય વન સંરક્ષકની કચેરી દ્વારા તારીખ 03/02/2021 ના પત્ર દ્વારા આપવામાં આવી હતી. આ મંજૂર કરેલ યોજના અમલીકરણ એજન્સી, DFCCIL સાથે શેર કરવામાં આવી છે.
વાઇલ્ડલાઇફ એનિમલ કોરિડોરની ગ્રાફિકલ રજૂઆત
વાઇલ્ડલાઇફ એનિમલ કોરિડોરનું સરફેસ વ્યૂ