Skip to main content
Skip to main content
Guj

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

myth-vs-fact-banners1

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટનલ બોરિંગ મશીનનું એસેમ્બલિંગ મહારાષ્ટ્રના વિક્રોલીમાં શરૂ થયું

Published Date

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને સાવલી (ઘાંસોલી નજીક) વચ્ચે 16 કિમી લાંબી ટનલના નિર્માણ માટે ટનલ બોરિંગ મશીન (TBM) ને નીચે ઉતારવાનું અને એસેમ્બલ કરવાનું કામ શરૂ થઈ ગયું છે.

પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાતા વચ્ચે 21 કિમી લાંબી ટનલનું નિર્માણ થઇ રહ્યું છે. ટનલમાં થાણે ક્રિકની નીચે ભારતની પહેલી 7 કિમી લાંબી અંડરસી ટનલ પણ સમાવેશ છે. 21 કિમીમાંથી, એનએટીએમ પદ્ધતિથી 5 કિમી ટનલ પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી છે અને બાકી 16 કિમી ટીબીએમ (ટનલ બોરિંગ મશીન) દ્વારા કરવામાં આવી રહી છે.

ટનલ 13.1 મીટર વ્યાસની સિંગલ ટ્યુબ ટનલ હશે, જેમાં ટ્વિન ટ્રેક માટે જગ્યા રહેશે. આ ટનલ જમીનની સપાટીથી લગભગ 25 થી 57 મીટર ઊંડી હશે અને સૌથી ઊંડું નિર્માણ બિંદુ પારસિક હિલની નીચે 114 મીટર રહેશે.

આ પ્રક્રિયાની શરૂઆત મુખ્ય શીલ્ડના છ ભાગોમાંથી એક ભાગને નીચે ઉતારવાની સાથે કરવામાં આવી હતી, જેનું વજન અંદાજે 170 મેટ્રિક ટન છે. આ ભાગની લંબાઈ આશરે 8.66 મીટર અને પહોળાઈ અંદાજે 7 મીટર છે. તેને મહારાષ્ટ્રના વિક્રોલી ખાતે જમીન સ્તરથી 56 મીટરની ઊંડાઈએ નીચે ઉતારવામાં આવ્યો હતો, જે 20-માળની ઇમારતની ઊંચાઈ સમાન છે.

બે ટીબીએમ પ્રાપ્ત થયા છે અને વ્યાપક પરીક્ષણ તેમજ કમિશનિંગ બાદ ટનલિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

ટીબીએમ ને નીચે ઉતારવા માટે, ત્રણ (03) શાફ્ટ બનાવવામાં આવ્યા છે:

  • શાફ્ટ 1: બીકેસી ખાતે રિટ્રાઇવલ શાફ્ટ
  • શાફ્ટ 2: વિક્રોલીમાં
  • શાફ્ટ 3: સાવલીમાં (ઘનસોલી પાસે)

ટીબીએમ 1 વિક્રોલી ખાતેના શાફ્ટ 2 થી શરૂ થશે અને બીકેસી સ્થિત મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનના શાફ્ટ 1 તરફ આગળ વધશે, જ્યારે ટીબીએમ 2 સાવલી ખાતેના શાફ્ટ 3 થી શરૂ થશે અને વિક્રોલી તરફ આગળ વધશે (ગ્રાફિક બિડાણ છે).

આ બંને ટીબીએમ, જેનું વજન અનુક્રમે 3080 ટન (ટીબીએમ-1) અને 3184 ટન (ટીબીએમ-2) છે, તે દેશમાં તૈનાત કરવામાં આવેલા સૌથી અદ્યતન ટનલિંગ મશીનો છે. મિક્સ શીલ્ડ / સ્લરી ટેકનોલોજી પર આધારિત આ અદ્યતન ટીબીએમ ખાસ કરીને જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

દરેક ટીબીએમ ની કુલ લંબાઈ 95.32 મીટર છે અને તે કટર વ્હીલ, મેઈન બેરિંગ, જો ક્રશર, ઇરેક્ટર, મેઈન શીલ્ડ, ટેઈલ શીલ્ડ અને ટનલિંગ કામગીરીમાં સહાયક ચાર વિશિષ્ટ ગેન્ટ્રીઝ સહિતના અનેક મહત્વપૂર્ણ ઘટકો ધરાવે છે.

આ મશીનો 4 આરપીએમ (રેવોલ્યુશન પ્રતિ મિનિટ)ની મહત્તમ કટરહેડ ઝડપે કામ કરી શકે છે, જેમાં ખોદકામનો મહત્તમ દર મિનિટ દીઠ 49 મીમી છે. આ ક્ષમતા ઉચ્ચ સુરક્ષાના ધોરણો જાળવી રાખીને સ્થિર અને નિયંત્રિત ટનલિંગ કામગીરીને સક્ષમ બનાવે છે.
 

  • તકનીકી વિશિષ્ટતાઓ: 
  • પ્રાપ્ત થયેલ ટીબીએમની સંખ્યા: 2 નંગ
  • ટીબીએમ 1નું વજન: 3080 ટન
  • ટીબીએમ 2નું વજન: 3184 ટન
  • કટર હેડનો વ્યાસ: 13.6 મીટર
  • ટીબીએમનો પ્રકાર: મિક્સ શીલ્ડ / સ્લરી આધારિત
  • દરેક ટીબીએમની લંબાઈ: 95.32 મીટર
  • ટીબીએમના ભાગો: કટર વ્હીલ, મેઈન બેરિંગ, જો ક્રશર, ઇરેક્ટર, મેઈન શીલ્ડ, ટેઈલ શીલ્ડ, ગેન્ટ્રી 1-4
    • ગેન્ટ્રી 1: ટ્રાન્સફોર્મર્સ, ઓપરેટર કેબિન, ગ્રાઉટિંગ પંપ, એસટીએસ
    • ગેન્ટ્રી 2: સેગમેન્ટ લિફ્ટર, ગ્રાઉટ ટેન્ક, હોસ વ્હીલ
    • ગેન્ટ્રી 3: એસટીએસ પાઇપ વેગન, કેબલ બોક્સ
    • ગેન્ટ્રી 4: વેન્ટિલેશન ડક્ટ (હવાઉજાસ માટેની નળી)
  • ઝડપ: મહત્તમ: 4 આરપીએમ (રેવોલ્યુશન પ્રતિ મિનિટ), મહત્તમ ખોદકામ દર: 49 મીમી/મિનિટ
  • ટીબીએમ ઇનિશિયલ ડ્રાઇવ (પ્રારંભિક કામગીરી): જુલાઈ 2026
  • મેઈન ડ્રાઇવ (મુખ્ય કામગીરી): ઓક્ટોબર 2026

16 કિમીના ટીબીએમ હિસ્સા માટે ટનલ લાઇનિંગ કાસ્ટિંગ કરવા માટે થાણે જિલ્લાના મહાપે ખાતે 11.17 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું એક સમર્પિત કાસ્ટિંગ યાર્ડ કાર્યરત થઈ ગયું છે. 7,700 રિંગ્સ બનાવવા માટે 77,000 સેગમેન્ટ્સ કાસ્ટ કરવામાં આવશે. ટનલ લાઇનિંગ માટે ખાસ રિંગ સેગમેન્ટ્સ કાસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં દરેક રિંગમાં નવ વળાંકવાળા સેગમેન્ટ્સ અને એક કી (key) સેગમેન્ટનો સમાવેશ થાય છે. દરેક સેગમેન્ટ 2 મીટર પહોળો અને 0.5 મીટર (500 મીમી) જાડો છે.
 
આ કાસ્ટિંગ યાર્ડ કાસ્ટિંગ કામગીરીને સ્વયંચાલિત અને મિકેનાઇઝ કરવા માટે વિવિધ ક્રેન્સ, ગેન્ટ્રીઝ અને મશીનોથી સજ્જ છે, જે સેગમેન્ટ્સના કાસ્ટિંગ અને સ્ટેકિંગ (થપ્પા મારવા) દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની ખાતરી આપે છે. વધુમાં, આ સુવિધામાં કાસ્ટિંગ શેડ્સ, સ્ટેકિંગ એરિયા, બેચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યોરિંગ એરિયાનો પણ સમાવેશ થાય છે.
 
ટનલ અને નજીકના વિસ્તારના તમામ સ્ટ્રક્ચર્સનું સુરક્ષિત ખોદકામ સુનિશ્ચિત કરવા માટે વિવિધ મોનિટરિંગ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સર્ફેસ સેટલમેન્ટ પોઈન્ટ્સ (એસએસપી), ઓપ્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ સેન્સર્સ (ઓડીએસ) અથવા ટિલ્ટ મીટર, બીઆરટી (બાય રિફ્લેક્ટ ટાર્ગેટ/3D ટાર્ગેટ્સ), ટનલની સપાટી પરના સૂક્ષ્મ તાણ માટે સ્ટ્રેન ગેજ, પીક પાર્ટીકલ વેલોસિટી (પીપીવી) અથવા વાઇબ્રેશન અને સિસ્મિક વેવ મોનિટર માટે સિસ્મોગ્રાફનો સમાવેશ થાય છે.

Related Images