ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ 25 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થયું હતું.
પુલની મુખ્ય વિશેષતાઓ:
• લંબાઈ: 120 મીટર
• 3 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર) નો સમાવેશ થાય છે
• થાંભલાઓની ઊંચાઈ - 13 મીટરથી 21 મીટર
• તેમાં 4 મીટર વ્યાસનો એક (01) ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસના ત્રણ (03) ગોળાકાર થાંભલા છે.
• આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે.
• આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં વાંસદા તાલુકાના ટેકરીઓમાં ઉદ્દભવે છે.
• કાવેરી નદી, વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 46 કિ.મી. અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 04 કિ.મી. ના અંતરે છે
• નદીના અન્ય પુલોનું બાંધકામ, પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગાનિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (નવસારી જિલ્લો) વડોદરા જિલ્લો, કોલક (વલસાડ જિલ્લો) અને વાત્રક નદી (ખેડા જિલ્લો).

