Skip to main content
Skip to main content
Guj

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

myth-vs-fact-banners1

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

Published Date
  • કુલ લંબાઈ: 508 કિમી (ગુજરાત અને દાદરા અને નગરહવેલી: 352 કિમી, મહારાષ્ટ્ર: 156 કિમી)
  • કુલ 12 સ્ટેશનોની યોજના બનાવવામાં આવી છે. (મુંબઈ, ઠાણે, વીરાર, બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી)

સ્થિતિ (18 એપ્રિલ ૨૦૨૫ સુધીની)

  • વાયડક્ટ નિર્માણ: 293 કિમી
  • થાંભલાનુ કામ: 375 કિમી
  • થાંભલાનુ ફાઉન્ડેશન: 394 કિમી
  • ગર્ડર કાસ્ટિંગ: 320 કિમી
  • 14 નદીઓ પર પુલોનુ કાર્ય પૂર્ણ થયુ છે, જેમ કે: પાર (વલસાડ જિલ્લો), પુર્ણા (નવસારી જિલ્લો), મિંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઓરાંગા (વલસાડ જિલ્લો), વૈંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લા), કોલક નદી (વલસાડ જિલ્લો), વાત્રક નદી (ખેડા જિલ્લો), કાવેરી નદી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારી જિલ્લો), મેશ્વા (ખેડા જિલ્લો) અને કિમ (સુરત જિલ્લો)
  • સાત સ્ટીલના પુલો અને પાંચ પીએસસી (પ્રિ-સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ) પુલોનુ કાર્ય પૂર્ણ થયુ છે
  • ગુજરાતમાં વાયડક્ટ પર ધ્વનિ અવરોધકની સ્થાપના ચાલી રહી છે. આશરે 3 લાખ ધ્વનિ અવરોધક 150 કિમીના વિસ્તાર પર સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • અત્યાર સુધી ગુજરાતમાં આશરે 143 કિમી ટ્રેક બેડ નિર્માણની પ્રગતિ પ્રાપ્ત થઈ છે. વાયડક્ટ પર રેલ્સની વેલ્ડિંગ કરવાનુ પણ ચાલી રહ્યું છે, જે 200 મી લંબાઈની લાંબી પેનલ્સ બનાવે છે.
  • ગુજરાતમાં ઓવરહેડ એક્વિપમેન્ટ માસ્ટ્સ (ઓએચઇ)ની સ્થાપના ચાલી રહી છે. સુરત-બિલિમોરા બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે 100 કરતાં વધુ ઓએચઇ માસ્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે લગભગ 2 કિમીના મુખ્ય રેખા વાયડક્ટને આવરી લે છે.

 

  • મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિમી લાંબા બોગદા પર કામ ચાલી રહ્યું છે. શિલફાટા થી લગભગ 3.3 કિમી બોગદાં હેડિંગ સંપૂર્ણ કરવામાં આવી છે અને એડિટ પોર્ટલથી ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ (એનએટીએમ) દ્વારા બે સાંકડી ફેસિસ પર કામ ચાલી રહ્યું છે. વિક્રોલી અને સાવલી શાફ્ટ્સમાં અનુકૂળ ઊંચાઈઓ 56 મીટર અને 39 મીટર પર પહોંચી છે.
  • મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એનએટીએમ દ્વારા સાત પર્વતિય બોગદાંનુ નિર્માણ ચાલી રહ્યુ છે.
  • ગુજરાતમાં આઠમાંથી છ સ્ટેશનો માટે માળખાનુ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
  • ત્રણ ઊંચા સ્ટેશનો પર કામ શરૂ થઈ ચૂક્યું છે. મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન માટે પાયાના સ્લેબનુ કાસ્ટિંગ મહારાષ્ટ્રમાં ચાલી રહ્યુ છે, જે માટે આશરે 75% ખોદકામ કાર્ય (14 લાખ ઘન મીટર) પૂર્ણ થઈ ચૂક્યું છે. આ સાઇટ પરથી કુલ 1,872,263 m³ જમીન ખોદવાનું છે. પાયાનો સ્લેબ બુલેટ ટ્રેન સ્ટેશન માટે સૌથી ઊંડો બનાવટ સ્તર બનશે. ફક્ત પાયાનો સ્લેબ કાસ્ટિંગ માટે આશરે 2,00,000 ઘન મીટર કૉંક્રીટ છાંટવામાં આવશે. અત્યાર સુધી 25,000 ઘન મીટર કૉંક્રીટ છાંટવામાં આવી ચુક્યો છે. દરેક પાયાનો સ્લેબ કાસ્ટિંગ માટે 3,000 થી 4,000 ઘન મીટર કૉંક્રીટ, નિયંત્રિત તાપમાનમાં, જરૂરી છે, જે ઈન-સીટુ બેચિંગ પ્લાન્ટ અને ચિલર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન કરવામાં આવી રહી છે. સાઇટ માટે 100% સેકન્ટ પાઇલિંગ (3,384 નં.) કામ પહેલેથી પૂર્ણ થઈ ચુક્યું છે.
Related Images