Skip to main content

મીડિયા સંક્ષિપ્તમાં: એમએએચએસઆર કોરિડોર પર 100 કિ.મી.ના પિયરનું કામ પૂર્ણ

Published Date

એમએએચએસઆર કોરિડોર પર 100 કિ.મી.નું પિયર કામ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરીડોરે ગુજરાત રાજ્યમાં ૧૦૦ કિ.મી.ના પિયર વર્ક (૩૫૨ કિ.મી.) નો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

અન્ય વિગતો નીચે મુજબ છે:

  1. ગુજરાત રાજ્યમાં પ્રોજેક્ટ અપડેટ
    • 100 કિ.મી.ના પટમાં પિયર્સ બનાવવામાં આવ્યા છે
    • પુલનો પાયો 193 કિમીની લંબાઈમાં પાથરવામાં આવ્યો છે
    • ૯.૨ કિ.મી.નું વાયડક્ટ પૂર્ણ થયું છે જેમાં નવસારી નજીક ૨.૫ કિ.મી.ની સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ ૬.૭ કિ.મી.
    • ગર્ડર કાસ્ટિંગ - 22.7 કિમી ગર્ડર નાખવામાં આવ્યા છે અને 9.2 કિમી ગર્ડર ઉભા કરવામાં આવ્યા છે.
    • ગુજરાતના ૮ જિલ્લા અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થતી ગોઠવણી સાથે બાંધકામની કામગીરી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે.
    • વાપીથી સાબરમતી સુધીના 8 એચએસઆર સ્ટેશનનું કામ નિર્માણના વિવિધ તબક્કા હેઠળ છે.
    • નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી મહત્ત્વપૂર્ણ નદીઓ પર સેતુનું કામ ચાલી રહ્યું છે.
  2. જમીન સંપાદનની સ્થિતિ:
    • એકંદરે:- 97.82%
    • ગુજરાત:- 98.87%
    • દાદરા અને નગર હવેલી:- 100%
    • મહારાષ્ટ્ર:- 95.45%

મહારાષ્ટ્રમાં જમીનના કબજાની સ્થિતિ 73.83 ટકા છે.

Related Files