એનએચએસઆરસીએલે લાઇનદોરીના મહારાષ્ટ્ર વિભાગ માટે 40 મીટરના સ્પાનના પ્રથમ ફુલ સ્પાન પ્રિ-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (પીએસસી) બોક્સ ગર્ડરને કાસ્ટ કર્યું છે.
40 મીટરના ગાળાનું પીએસસી બોક્સ ગર્ડર 970 મેટ્રિક ટન જેટલું વજન ધરાવે છે, જે ભારતના બાંધકામ ઉદ્યોગમાં સૌથી વધુ વજન ધરાવતું પીએસસી બોક્સ ગર્ડર છે. 40 મીટર સ્પાન ગર્ડરને એકલ ટુકડા તરીકે એટલે કે, કોઈ પણ પ્રકારના બાંધકામ સાંધા વિના કાસ્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં 390 કમ કોંક્રિટ અને 42 મેટ્રિક ટન સ્ટીલ સામેલ છે.
વાયડક્ટનું નિર્માણ, પેટામાળખાનું નિર્માણ અને મુખ્ય માળખાનું નિર્માણ ઝડપી બનાવવા સમાંતર રીતે કામ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે પેટામાળખાનું કામ એટલે કે, પાઇલ, પાઇલ કેપ, પિયર અને પિયર કેપ, પ્રગતિમાં છે, મુખ્ય માળખા માટે, ફુલ સ્પાન ગર્ડર્સ અને સેગમેન્ટલ ગર્ડર્સને કાસ્ટ કરવા માટે ગોઠવણીની સાથે કાસ્ટિંગ યાર્ડ્સ વિકસાવવામાં આવ્યા છે, જેથી તે કાસ્ટેડ પિયર કેપ્સ પર ભારે મશીનરીનો ઉપયોગ કરીને લોન્ચ કરી શકાય
મુખ્ય માળખા માટેના મોટા ભાગના ગર્ડર્સ પૂર્ણ સ્પાન 40 મીટર લાંબા હશે, જોકે, જે સ્થળોએ સ્થળની મર્યાદા હોય, ત્યાં પ્રિકાસ્ટ સેગમેન્ટ્સના સેગમેન્ટલ લોંચિંગનો ઉપયોગ કરવામાં આવશે. ફુલ સ્પાન ગર્ડરને સેગમેન્ટલ ગર્ડર કરતા વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે ફુલ સ્પાન ગર્ડર લોંચિંગ પ્રગતિ સેગમેન્ટલ ગર્ડર લોંચિંગ કરતા દસ ગણી ઝડપી છે.
ગર્ડરના કાસ્ટિંગ માટે, મહારાષ્ટ્રમાં શિલફાટા અને ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ વચ્ચેની ગોઠવણી સાથે 13 કાસ્ટિંગ યાર્ડ્સ વિકસાવવામાં આવી રહ્યા છે. તેમાંથી 3 (સેગમેન્ટ કાસ્ટિંગ માટે 2 અને ફુલ સ્પાન બોક્સ ગર્ડર માટે એક) હાલની સ્થિતિએ કાર્યરત કરવામાં આવી છે.
ગર્ડરોને ગુણવત્તા સાથે ઝડપથી કાસ્ટ કરવા માટે, દરેક કાસ્ટિંગ યાર્ડમાં રિબાર પાંજરું બનાવવા માટે જીગ્સ જેવી સુવિધાઓ, હાઇડ્રોલિકલી સંચાલિત પ્રીફેબ્રિકેટેડ મોલ્ડ સાથે કાસ્ટિંગ બેડ, બેચિંગ પ્લાન્ટ, એગ્રીગેટ સ્ટેકિંગ વિસ્તાર, સિમેન્ટ સાઇલોઝ, ક્વોલિટી લેબોરેટરી અને વર્કમેન કેમ્પ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
સ્ટ્રેડલ કેરિયર, બ્રિજ લોન્ચિંગ ગેન્ટ્રી, ગર્ડર ટ્રાન્સપોર્ટર અને લોન્ચિંગ ગેન્ટ્રી જેવી ભારે મશીનરીનો ઉપયોગ કરીને ફુલ સ્પાન પ્રી-કાસ્ટ બોક્સ ગર્ડર લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ માટે ગર્ડરનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે, બોક્સ ગર્ડરને અગાઉથી કાસ્ટિંગ યાર્ડમાં નાખવામાં આવશે અને વ્યવસ્થિત રીતે સ્ટેક કરવામાં આવશે.
એપ્રિલ 2021 થી લાઇનદોરીના ગુજરાત વિભાગમાં પણ આવી જ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યાં વાયડક્ટ બાંધકામમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં 255 કિ.મી.નું વાયડક્ટ બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્ર વિભાગમાં કુલ 135 કિલોમીટરનો એલિવેટેડ વિભાગ છે, જેમાં ઉલ્હાસ, વૈતરણા, જાગાણી અને ખારબાઓ વગેરેના 4 મુખ્ય નદી પુલો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 11 વિશેષ પુલો/ક્રોસિંગ, ડીએફસીસી અને ભારતીય રેલવે લાઇન વગેરે, થાણે, વિરાર, બોઇસરમાં ત્રણ બુલેટ ટ્રેન સ્ટેશનો અને 7 પર્વતીય બોગદાંનો સમાવેશ થાય છે.