લોગો ટૂંકમાં
હાઇ-સ્પીડ રેલવે ઇનોવેશન સેન્ટર ટ્રસ્ટ
માનવીય મસ્તિષ્કએ ઇનોવેશન અને નવા વિચારો માટે વેરહાઉસ છે. પર્યાવરણને અનુકૂળ સમાધાન હોય તેવી સભાનતા સાથે એડવાન્સ્ડ ટેક્નોલોજી સારા ભવિષ્ય માટેનો પાયો નાખે છે.
લોગોએ HSR ઇનોવેશન સેન્ટરના મિશનનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ છે; જેમાં ગ્રીન તત્વો મારફત અભિવ્યક્ત થતું ટકાઉપણું અને માનવિય મસ્તિષ્ક દ્વારા અભિવ્યક્ત ટેક્નોલોજીકલ ક્ષમતા સામેલ છે. વધુમાં, કોન્સેપ્ટ, ઇનોવેશન અને વિચારોને માનવીય મસ્તિષ્કની અંદર ખાલી બલ્બની મદદથી વિચારો સ્ફૂરી રહ્યા હોય તેમ દર્શાવીને રજૂ કરાયા છે. આ આઇડિયાને હાઇ-સ્પીડ રેલ લોગોને (NHSRCL) ઇનોવેશન પ્રેરિત સારા ભવિષ્યની આશા સાથે રજૂ કરાયો છે. તેની કલર સ્કીમમાં ગ્રે રંહનો ઉપયોગ કરાયો છે જે એડવાન્સ્ડ ટેક્નોલોજીસ (સમગ્ર પ્રોજેક્ટનું હાર્દ) અને ટકાઉપણું અને પર્યાવરણ માટે અનુકૂળ અભિગમ (જે લીલા રંગથી અભિવ્યક્ત છે) વચ્ચે સંતુલન દાખવે છે અને લોગોની નેગેટીવ જગ્યાનો ઉપયોગ બલ્બ અને મસ્તિષ્કને દર્શાવવા કરાયો છે.