Skip to main content
Skip to main content
Guj

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

myth-vs-fact-banners1

મીડિયા બ્રીફ: કોંક્રીટ સ્ટ્રક્ચર્સની ગુણવત્તા નિયંત્રણ પર NHSRCL દ્વારા વર્કશોપનું આયોજન

Published Date

NHSRCL ની સુરત કચેરી ખાતે "કોંક્રીટ સ્ટ્રક્ચર્સની ગુણવત્તા નિયંત્રણ અને સંપત્તિઓની ટકાઉપણું પ્રાપ્ત કરવા" માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાપાની અને ભારતીય નિષ્ણાતો દ્વારા કોંક્રીટ સ્ટ્રક્ચર્સના ગુણવત્તા નિયંત્રણ પર વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. વર્કશોપનું આયોજન એડીબીઆઈ (ADBI), ટોક્યો, જાપાન રેલ્વે ટેકનિકલ સર્વિસ (JARTS), NHSRCL અને JICA દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્કશોપને સંબોધિત કરતાં શ્રી રાજેન્દ્ર પ્રસાદ, મેનેજિંગ ડિરેક્ટર, NHSRCL એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ઉપયોગમાં લેવાતા કોંક્રીટની ગુણવત્તા અને ટકાઉપણા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, બાંધકામના ક્ષેત્રમાં નવીન ઉકેલો અને ટેકનોલોજીના સમન્વયથી ટકાઉ માળખાગત સુવિધાઓ હાંસલ કરવામાં મદદ મળશે.

વર્કશોપમાં IIT કાનપુર, IIT મદ્રાસ, NIT સુરતના ફેકલ્ટી, MAHSR ના કોન્ટ્રાક્ટર અને સલાહકારોના પ્રતિનિધિઓ સાથે RTRI, ઇસ્ટ જાપાન રેલ્વે અને ADBI ના સહભાગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જાપાની પ્રતિનિધિમંડળે MAHSR ના વિવિધ બાંધકામ સ્થળો જેવા કે ગર્ડર કાસ્ટિંગ યાર્ડ, ગર્ડર લોન્ચિંગ સાઇટ, નદી અને અન્ય બ્રિજ સાઇટ, સુરત HSR સ્ટેશન વગેરેની મુલાકાત લેતા બાંધકામની ગતિ, ગુણવત્તા અને સૂક્ષ્મ આયોજનની પ્રશંસા કરી હતી. TCS દ્વારા બાંધકામના ચોક્કસ પરિણામ માટે ડિજિટલાઇઝેશનના ઉપયોગ પર એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં લગભગ 150 સહભાગીઓએ ભાગ લીધો હતો.