મુખ્ય સામગ્રી પર જાઓ

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

મીડિયા સંક્ષિપ્ત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર ઇલેક્ટ્રિફિકેશનનું કામ શરૂ

Published Date

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ઇલેક્ટ્રિફિકેશનનું કામ શરૂ થઇ ગયું છે, જેમાં ગુજરાતના સુરત- બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે ભોયતળીયાના સ્તરથી 14 મીટરની ઊંચાઇએ વાયડક્ટ પર પ્રથમ બે સ્ટીલના માસ્ટ ઉભા કરવામાં આવ્યા છે.

આ કોરિડોરમાં કુલ મળીને 9.5થી 14.5 મીટરની ઊંચાઈ ધરાવતા 20,000થી વધુ માસ્ટ લગાવવામાં આવશે. આ માસ્ટ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓએચઇ) પધ્ધતિને ટેકો આપશે, જેમાં ઓવરહેડ વાયર, અર્થિંગ પધ્ધતિ, ફિટિંગ્સ અને સંબંધિત એસેસરીઝનો સમાવેશ થાય છે, જે બુલેટ ટ્રેનને ચલાવવા માટે યોગ્ય એમએએચએસઆર કોરિડોર માટે સંપૂર્ણ 2x25 કેવી ઓવરહેડ ટ્રેક્શન પધ્ધતિની રચના કરશે.

મેક ઇન ઇન્ડિયા નીતિને પ્રોત્સાહન આપીને જાપાનની પ્રમાણભૂત ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સને અનુરૂપ આ ઓએચઇ (ઓએચઇ) માસ્ટ્સનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે અને તે હાઇ-સ્પીડ ટ્રેનો માટે ઓવરહેડ ટ્રેક્શન પધ્ધતિને ટેકો આપશે.

Related Images