સંપૂર્ણ સ્વયંસંચાલિત એકમ એમ.એ.એચ.એસ.આર. કોરિડોર માટે 116 કિમી ડબલ લાઇન હાઇ સ્પીડ રેલના પાટા માટે પાટાના સ્લેબનું નિર્માણ કરશે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે બેલાસ્ટલેસ રેલના પાટાના નિર્માણ કરવા માટે જરૂરી રેલના પાટાના સ્લેબના ઉત્પાદન માટે નવી રેલના પાટાના સ્લેબના ઉત્પાદન માટેનો એકમ (ટી.એસ.એમ.એફ.) આજે ગુજરાત રાજ્યના આણંદ નજીક ચાલુ કરવામાં આવ્યો હતો.
આ સુવિધા 1 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી છે અને એમ.એ.એચ.એસ.આર.ના પ્રોજેક્ટ માટે 45,000 પ્રીકાસ્ટ રેલના પાટાના સ્લેબના ઉત્પાદન માટે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. સિવિલ કારીગરોની શરૂઆતના આઠ મહિનાની અંદર સમગ્ર એકમનુ નિર્માણ કરવામાં આવ્યું છે. એકમમાં 60 ઉચ્ચ-ચોકસાઇવાળા મોલ્ડ મેળવવામાં આવ્યા છે અને સ્થાપિત કરવામાં આવ્યા છે જે દરરોજ 60 રેલના પાટાના સ્લેબ બનાવી શકે છે. એક કિલોમીટર દીઠ પાટા માટે અંદાજે 200 રેલના પાટાના સ્લેબ જરૂરી છે. સીમલેસ રેલના પાટાના ઇન્સ્ટોલેશનની સુવિધા માટે આ એકમ 9000 રેલના પાટાના સ્લેબનો સંગ્રહ કરી શકે છે.
રેલના પાટાના સ્લેબના ઉત્પાદન માટેનો એકમ કોંક્રિટ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ સાથે સંપૂર્ણ સ્વચાલિત છે. સંપૂર્ણ સ્વચાલિત રીબાર પ્રોસેસિંગ મશીનો, કેજ ઝારણકામ માટે રીબાર યાર્ડ, આરઓ પ્લાન્ટ, બોઈલર પ્લાન્ટ, ક્યોરિંગ પોન્ડ્સ, ઇલેક્ટ્રિક ઓવરહેડ ટ્રાવેલિંગ (ઈ.ઓ.ટી.) ક્રેન્સ, ગેન્ટ્રી ક્રેન્સ વગેરે જેવા સ્લેબના ઉત્પાદનને ટેકો આપવા માટે વિવિધ આનુષંગિક સુવિધાઓ છે. ઈ.ઓ.ટી. અને ગેન્ટ્રી પ્રોડક્શન શેડ, રીબાર શેડ, સ્ટોર જેવી મુખ્ય સુવિધાઓ પર રેલના પાટાના સ્લેબના ઘટકોનું યાંત્રિક સંચાલન સુનિશ્ચિત કરે છે.
ઉત્પાદનની શરૂઆત પહેલાં એક તાલીમ અને પ્રમાણિકૃત અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાપાની નિષ્ણાતો ( જાપાનની ટી એન્ડ સી એજન્સી જેએઆરટીએસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા ) જાપાનમાં અનુસરવામાં આવતી પ્રથાઓના આધારે ભારતીય એન્જિનિયરોને તાલીમ આપવામાં આવી હતી.
ગુજરાતમાં એમ.એ.એચ.એસ.આર. કોરિડોરના 236 કિમીના રેલના પાટાના સ્લેબના બાંધકામ માટે ગુજરાતમાં સુરત જિલ્લા નજીક કિમ ગામ ખાતે અન્ય એક રેલના પાટાના સ્લેબનુ ઉત્પાદન એકમ બની રહ્યું છે.