Published Date
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગુજરાત રાજ્ય (352 કિમી)માં 100 કિલોમીટર પિયરનું કામ પૂર્ણ કરવાનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યો છે.
અન્ય વિગતો નીચે મુજબ છે:
- ગુજરાત રાજ્યમાં પ્રોજેક્ટ અપડેટ
- 100 કિમીના પટ પર પિયરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- 193 કિમી લંબાઈ પર પાઈલ કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.
- 9.2 કિમીનો વાયડક્ટ પૂર્ણ થયો છે, જેમાં નવસારી પાસે 2.5 કિમીનો સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 6.7 કિમીનું નિર્માણ સામેલ છે.
- ગર્ડર કાસ્ટિંગ - 22.7 કિમી ગર્ડર કાસ્ટ કરવામાં આવ્યા છે અને 9.2 કિમી ગર્ડર લગાવવામાં આવ્યા છે.
- ગુજરાત અને ડીએનએચના 8 જિલ્લાઓમાંથી પસાર થતા સમગ્ર સંરેખણ પર બાંધકામનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે.
- વાપીથી સાબરમતી સુધીના 8 એચએસઆર સ્ટેશનો પર વિવિધ તબક્કામાં બાંધકામ કાર્ય ચાલી રહ્યું છે.
- નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી મહત્વપૂર્ણ નદીઓ પર બ્રિજનું કામ પ્રગતિમાં છે.
- જમીન સંપાદનની સ્થિતિ:
- કુલ: - 97.82%
- ગુજરાત: - 98.87%
- ડીએનએચ: - 100%
- મહારાષ્ટ્ર: - 95.45%
- મહારાષ્ટ્રમાં જમીન કબજાની સ્થિતિ 73.83% છે.

