Skip to main content
Skip to main content
Guj

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

myth-vs-fact-banners1

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પાંચમા PSC (પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ) બ્રિજનું બાંધકામ પૂર્ણ

Published Date

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 4 પર 260 મીટર લાંબો પીએસસી પુલ 22મી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થયો.

આ પ્રોજેક્ટ ગુજરાતના સુરત જિલ્લાના કોસંબા નજીક ઉંચા વાયડક્ટ મારફતે દિલ્હી અને મુંબઈ વચ્ચેના (રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થતા) રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 4 ઉપરથી પસાર થાય છે.

આ પુલમાં 104 પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ થાય છે, જેમાં ચાર સ્પાનની ગોઠવણી 50મી + 80મી + 80મી + 50મી છે અને તે બેલેન્સ્ડ કેન્ટીલીવર પદ્ધતિ વડે નિર્માણ કરવામાં આવ્યું છે, જે મોટા સ્પાન માટે આદર્શ છે.

નવો પૂર્ણ થયેલ પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનોની વચ્ચે આવેલું છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 4 દિલ્હી અને મુંબઈ વચ્ચેનું નિર્માણાધીન ધોરીમાર્ગ છે. નિર્માણકાર્યનું ધ્યાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેથી વાહનો અને કામદારોની સલામતી સુનિશ્ચિત થઈ શકે, સાથે જ ટ્રાફિક પ્રવાહ સતત ચાલું રહે અને જાહેર જનતાને ઓછામાં ઓછી અસુવિધા અનુભવાય.

ગુજરાતમાં પૂર્ણ થયેલ પીએસસી પુલોની વિગતો:

અનુક્રમ નં.  પુલની લંબાઈ 
(મીટરમાં)
સ્પાન ગોઠવણી બુલેટ ટ્રેન સ્ટેશનો જિલ્લો સ્થળ પૂર્ણ થવાની તારીખ
5મો પીએસસી પુલ  260 50મી + 80મી + 80મી + 50મી (ચાર સ્પાનની ગોઠવણી) સુરત અને ભરૂચ વચ્ચે સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 4 22મી ફેબ્રુઆરી 2025
4થો પીએસસી પુલ 210 40મી + 65મી + 65મી + 40મી(ચાર સ્પાનની ગોઠવણી) આણંદ અને અમદાવાદ વચ્ચે ખેડા  રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 9મી જાન્યુઆરી 2025
3જો પીએસસી પુલ  210 40મી + 65મી + 65મી + 40મી (ચોક્કસ ચાર સ્પાન) (ચાર સ્પાનની ગોઠવણી) વાપી અને બિલીમોરા વચ્ચે વલસાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 2મી જાન્યુઆરી 2025
2જો પીએસસી પુલ  210 40મી + 65મી + 65મી + 40મી (ચાર સ્પાનની ગોઠવણી) સુરત અને બિલીમોરા વચ્ચે નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 1લી ઓક્ટોબર 2024
1લો પીએસસી પુલ  260 50મી + 80મી + 80મી + 50મી (ચાર સ્પાનની ગોઠવણી) સુરત અને બિલીમોરા વચ્ચે નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 18મી ઑગસ્ટ 2024

 

Related Images