મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રેક બિછાવવાનું કામ ઝડપ પકડતું જાય છે. ગુજરાતના વિવિધ સ્થળોએ વાયડક્ટ પર ટ્રેક સ્લેબ બિછાવવાનો તથા સીએએમ(સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર) ભરવાનો આરંભ થઈ ગયો છે.
ગુજરાતમાં અત્યાર સુધી આશરે 160 કિમી ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું છે. આશરે 39,500 ટ્રેક સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે, જે લગભગ 197 કિમી ટ્રેક જેટલા છે.
ફ્લેશ બટ વેલ્ડિંગ
25 મીટર લાંબા અને 60 કિલોગ્રામના રેલ્સ ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન (એફબીડબલ્યુએમ) દ્વારા વેલ્ડ કરીને વાયડક્ટ ઉપર ટીસીબી (ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ) પર 200 મીટર લાંબા પેનલ બનાવવામાં આવે છે. હાલમાં ચાર એફબીડબલ્યુએમ કાર્યરત છે. 1543 થી વધુ રેલ પેનલ (200 મીટર લાંબા) એટલે કે 154 કિમીથી વધુ ટ્રેક રેલ્સ, વેલ્ડ કરવામાં આવ્યા છે.
ટ્રેક સ્થાપન પ્રક્રિયા ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલ અદ્યતન મશીનરીથી મિકેનાઈઝ્ડ છે. આ મેક ઈન ઈન્ડિયા ટ્રેક બાંધકામ મશીનરીમાં સમાવેશ થાય છે:
- રેલ ફીડર કાર (આરએફસી)
200 મીટર લાંબા પેનલ આરએફસીમાં લોડ કરી આરસી ટ્રેક બેડ પર બિછાવવામાં આવે છે. આરએફસી રેલ જોડીને આરસી બેડ પર ધકેલશે અને પ્રાથમિક રીતે કાર્યકારી ટ્રેક આરસી બેડ પર બિછાવવામાં આવશે. હાલમાં સુરત અને આણંદ જિલ્લામાં એક એક આરએફસી કાર્યરત છે. આજની તારીખ સુધી આશરે 78 કિમી લાંબુ કાર્યકારી ટ્રેક બિછાવવામાં આવ્યું છે.
- ટ્રેક સ્લેબ લેયિંગ કાર (એસએલસી)
પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબો વાયડક્ટ પર ઉઠાવીને ખાસ ડિઝાઇન કરેલા એસએલસીમાં લોડ કરવામાં આવે છે અને ટ્રેક બિછાવવાની જગ્યા પર લઈ જવામાં આવે છે. એસએલસી, જે એક સમયે 5 સ્લેબ ઉઠાવી શકે છે, તેનો ઉપયોગ કરીને ટ્રેક સ્લેબો આરસી ટ્રેક બેડ પર બિછાવવામાં આવે છે. હાલમાં બિલીમોરા અને વડોદરા જિલ્લામાં એક એક એસએલસી કાર્યરત છે.
- સિમેન્ટ અસ્ફાલ્ટ મોર્ટાર ઈન્જેક્શન કાર (સીએએમ)
ટ્રેક સ્લેબો આરસી બેડ પર બિછાવ્યા પછી, સીએએમ કાર બીજા ટ્રેક પર ચાલે છે (અથવા બંને યુપી અને ડીએન લાઇન પર કાર્યકારી પ્રમાણભૂત ગેજ ટ્રેક બિછાવવાની જરૂર છે). આ સીએએમ કાર નિર્ધારિત પ્રમાણમાં સીએએમ ઘટકોને મિક્સ કરે છે અને ત્યારબાદ, સીએએમ મિક્સ સ્લેબની નીચે (ખાસ બેગોમાં) ઈન્જેક્ટ કરવામાં આવે છે જેથી અંતિમ ટ્રેકની જરૂરી લાઈન અને સ્તર જાળવી શકાય. હાલમાં બીલીમોરા અને વડોદરા જિલ્લામાં એક એક સીએએમ કાર કાર્યરત છે.

