એનએચએસઆરસીએલે મહારાષ્ટ્ર રાજ્યમાં 'ડબલ લાઇન હાઇ સ્પીડ રેલવે માટે પરીક્ષણ અને કમિશનિંગ સહિત ટ્રેક અને ટ્રેક સંબંધિત કાર્યોની ડિઝાઇન, પુરવઠો અને નિર્માણ' માટે લાયક ભારતીય અને જાપાનની કંપનીઓ પાસેથી બિડ મંગાવી છે. કુલ 157 રૂટ કિ.મી.ની લાઇનદોરી એટલે કે ટ્રેકની લંબાઈ 314 કિ.મી.ની, જે મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન અને મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર આવેલા ઝરોલી ગામ વચ્ચે સંપૂર્ણ લાઇનદોરી છે. તેમાં થાણે ખાતે ૪ સ્ટેશનો અને રોલિંગ સ્ટોક ડેપો માટેના ટ્રેક કાર્યનો પણ સમાવેશ થાય છે.
જાપાનના એચએસઆર (શિંકનસેન)માં ઉપયોગમાં લેવાતી બેલાસ્ટ-લેસ સ્લેબ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ ભારતના પ્રથમ એચએસઆર પ્રોજેક્ટ (એમએએચએસઆર) પર કરવામાં આવશે. સામાન્ય સલાહકાર તરીકે જેઆઇસીસીએ કરાર માટે આરસી ટ્રેક બેડ, ટ્રેક સ્લેબની ગોઠવણી વગેરે જેવા મુખ્ય એચએસઆર ટ્રેક કમ્પોનન્ટ્સની વિસ્તૃત આકૃતિ અને આલેખન પ્રદાન કર્યું છે.
એનએચએસઆરસીએલ અને જાપાન રેલવે તકનિકી સેવાઓ (જેએઆરટીએસ) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ) અંતર્ગત જેએઆરટીએસ મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (ટી-1 પેકેજ સહિત) માટે ટ્રેક કાર્યોનાં નિર્માણ માટે તાલીમ અને સર્ટિફિકેશન અને સલાહકાર સેવાઓ પ્રદાન કરશે. ટી-2 અને ટી-3 પેકેજીસ માટે ટ્રેક તાલીમ સુવિધા (ટીટીએફ) સુરત ખાતે જાપાનીઝ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ભારતીય ઇજનેરોને બહુવિધ તાલીમ અભ્યાસક્રમો પૂર્ણ કરાવવામાં આવ્યા છે.
મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ છેલ્લો ટ્રેક નિર્માણ કરાર હશે. પેકેજ ટી-2 અને ટી-3 હેઠળ ગુજરાતમાં ટ્રેક નિર્માણનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં ટ્રેક કાર્યના બંને કરાર ભારતીય કંપનીઓને આપવામાં આવ્યા છે.
તકનીકી બિડ્સ 03 ફેબ્રુઆરી 2025 ના રોજ ખોલવાની છે.