મુખ્ય સામગ્રી પર જાઓ

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

મીડિયા સંક્ષિપ્ત: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાત્રક નદી પર પુલનું બાંધકામ પૂર્ણ

Published Date

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના ખેડા જિલ્લામાં વાત્રક નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
પુલની મુખ્ય વિશેષતાઓ:

  • લંબાઈ: 280 મીટર
  • 7 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર) નો સમાવેશ થાય છે
  • થાંભલાઓની ઊંચાઈ - 09 મીટરથી 16 મીટર
  • તેમાં 3.5 મીટર અને 4 મીટર વ્યાસના 08 ગોળાકાર થાંભલા છે.
  • આ પુલ આણંદ અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે મોહર નદી પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે.
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આયોજિત 24 નદી પુલમાંથી આ 10મો નદી પુલ છે.
  • આ નદી રાજસ્થાનના ડુંગરપુર પહાડીઓમાંથી નીકળે છે અને મેઘરજ તાલુકાના મોયડી ગામ પાસે ગુજરાતમાં પ્રવેશે છે.
  • વાત્રક નદી આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 25 કિમી દૂર છે. અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 30 કિ.મી. ના અંતરે છે
Related Images