Skip to main content

CVO પ્રોફાઇલ

vigilance banner

CVO પ્રોફાઇલ

શ્રી શૈલેષ કુમાર મિશ્રા, મુખ્ય તકેદારી અધિકારીની પ્રોફાઇલ

ઇન્ડિયન રેલવે સર્વિસ ઑફ એન્જિનિયર્સ (IRSE- 1991) ના અધિકારી શ્રી.શૈલેષ કુમાર મિશ્રા 1લી સપ્ટેમ્બર 2021 ના રોજ NHSRCL માં CVO તરીકે જોડાયા હતા. તેમની શૈક્ષણિક લાયકાતમાં B.I.T સિન્દ્રીમાંથી BE/સિવિલ એન્જિનિયરિંગ અને IIT કાનપુરમાંથી M Tech./ સિવિલ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.

તેમની પાસે રેલવે, ડીએમઆરસી અને રેલવે બોર્ડમાં કામ કરવાનો બહોળો અનુભવ છે. રેલવેમાં તેમના અનુભવમાં બાંધકામ, જાળવણી, ટ્રેક પ્રાપ્તિ, આયોજન, તકેદારી અને વહીવટમાં કામ કરવાનો સમાવેશ થાય છે. DMRC (1999 થી 2004) માં કામ કરતી વખતે, તેઓ મુખ્યત્વે શાસ્ત્રીપાર્ક ખાતે ટ્રેન મેન્ટેનન્સ ડેપો અને દિલ્હી મેટ્રો Ph-1 ની દ્વારકા લાઇનના એલિવેટેડ વાયાડક્ટના નિર્માણ માટે જવાબદાર હતા. રેલવે બોર્ડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, તેઓ લાંબા ગાળાની ક્ષમતા વૃદ્ધિ પ્રોજેક્ટના આયોજન અને રેલવે મંત્રાલયના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ્સના મોનિટરિંગ સાથે સંકળાયેલા હતા.

તેમણે ભારત અને વિદેશમાં વિવિધ મેટ્રો સિસ્ટમનો અભ્યાસ કર્યો અને ઇન્ટરનેશનલ/નેશનલ જર્નલ અને કોન્ફરન્સમાં ટેકનિકલ પેપર્સ રજૂ કર્યા. રેલ્વેમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને જનરલ મેનેજર અને રેલ્વે મંત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.