મુખ્ય સામગ્રી પર જાઓ

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડે મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ગયા એક મહીનામાં ત્રણ બ્રિજ બાંધે છે

Published Date

મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરે નોંધપાત્ર પ્રગતિ કરી છે કારણ કે ગયા એક મહીનામાં ગુજરાત રાજયમાં ત્રણ બ્રિજ પુર્ણ કર્યા

પ્રથમ બ્રિજ નવસારી જીલ્લામાં પુર્ણા નદી પર પૂર્ણ કરવામાં આવ્યો હતો

પૂર્ણા બ્રિજની ખાસ વિશેષતાઓ નીચે મુજબ છે:

  • બ્રિજની લંબાઈ 360 મીટર છે
  • 09 (નવ) ફૂલ સ્પાન ગરડર્સ (દરેક 40 મી. ના) ધરાવે છે Consists of 09 (nine) Full Span Girders (40m each)
  • પાયર્સની ઊંચાઈ - 10 મી. થી 20 મી
  • સર્ક્યુલર પાયર્સ 4 મી. અને 5 મી. ડાયામીટરના
  • બ્રિજ બીલીમોરા અને સુરત હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલો છે
  • અરબી સમુદ્રમાંથી ઉઠતી ઊંચી-નીચી ભરતી–ઓટ દરમ્યાન સાતત્યપૂર્ણ દેખરેખ રાખવામાં આવી હતી
  • ફાઉન્ડેશન વર્ક પડકારરૂપ હતું કારણ કે ભરતી દરમ્યાન નદીનું જળ સ્તર 5-6 મીટર (પખવાડિક) ઊંચું જતું હતું

આ બીજો બ્રિજ નવસારી જીલ્લામાં મીંઢોળા નદી પર પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ખાસ વિશેષતાઓ :

  • બ્રિજની લંબાઈ 240 મી. છે
  • 06 (છ) ફૂલ સ્પાન ગર્ડર્સ (દરેક 40 મી. ના) ધરાવે છે
  • પાયર્સની ઊંચાઈ - 10 મી. થી 15 મી.
  • સર્ક્યુલર પાયર્સ 4 મી. ડાયામીટરના
  • આ બ્રિજ બીલીમોરા અને સુરત હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલો છે
  • અરબી સમુદ્રમાંથી ઉઠતી ઊંચી અને નીચી ભરતી–ઓટ દરમ્યાન સાતત્યપૂર્ણ દેખરેખ રાખવામાં આવી હતી

ત્રીજો બ્રિજ નવસારી જીલ્લામાં અંબિકા નદી પર પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ખાસ વિશેષતાઓ :

  • બ્રિજની લંબાઈ 200 મીટર છે
  • 05 (પાંચ) ફૂલ સ્પાન ગર્ડર્સ (દરેક 40 મી. ના) ધરાવે છે
  • પાયર્સની ઊંચાઈ – 12.6 મી. થી 23.4 મી.
  • સર્ક્યુલર પાયર્સ 4 મી., 5 મી. અને 5.5. ડાયામીટરના
  • આ બ્રિજ બીલીમોરા અને સુરત હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલો છે
  • બાંધકામ દરમિયાન, અન્ય પડકારોનો સામનો કરવો પડ્યો હતો જેમ કે નદીના કાંઠાનો ઢોળાવ, થાંભલાઓ દરમિયાન ભૂગર્ભ ખડકોના સ્તરો, સતત પાણીનો પ્રવાહ, અને લગભગ 26 મીટરના થાંભલાઓની ઊંચાઈ (પિયર કેપ્સ સહિત) માટે નદીમાં કામ કરવું વગેરે.

મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે આજની તારીખે, છેલ્લા છ મહિનામાં ચાર બ્રિજ પૂર્ણ કરવામાં આવ્યા છે

મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર નદી પરના બ્રિજ કુલ 24 બ્રિજ છે (ગુજરાત અને મહારાષ્ટ્ર), જેમાંથી 20 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે

લાંબામાં લાંબો બ્રિજ 1.2 કી. મી. નો છે જે નર્મદા નદી પર,ગુજરાત અને 2.28 કી.મી. વૈતરણા નદી પર, મહારાષ્ટ્ર માં, બંધાઈ રહ્યો છે

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલના બાંધકામની સ્થિતિ

  • પાઇલ: 305.9 km
  • ફાઉન્ડેશન: 251.2 km
  • પાયર: 208.9 km
  • વાયડકટ (મોટો બ્રિજ): 69.3 km
  • ગુજરાતમાં હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો : 8 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો: વાપી, બીલીમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતિ ખાતે જુદા જુદા બાંધકામ તબક્કા હેઠળ કામ ચાલુ છે
HSR સ્ટેશનો રેલ લેવલ સ્લેબ કોનકર્સ લેવલ સ્લેબ
સુરત 300 મી. 450 મી.(પૂર્ણ)
આણંદ 250 મી. 425 મી. (પૂર્ણ)
બીલીમોરા 100 મી. કોનકર્સ ફક્ત ગ્રાઉંડ લેવલ સુધી
અમદાવાદ કામ શરૂ કરેલ છે 137 મી.

 

શ્રી રાજેન્દ્ર પ્રસાદ, ડાયરેક્ટર, નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા મુજબ –નદી પરના બ્રિજનું બાંધકામ પડકારરૂપ છે અને એકદમ જીણું આયોજન જરૂરી છે. મિઢોળા અને પૂર્ણા નદીઓ પરના બ્રિજ બાંધકામ દરમ્યાન અરબી સમુદ્રની ભરતી-ઓટ બરાબર દેખરેખ હેઠળ રાખી હતી. અમારા એંજિનિયરોએ અંબિકા નદી પરના બ્રિજના બાંધકામ માટે 26 મી. ઊંચાઈએ કામ કર્યું હતું

Related Images