નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે 22 ઓક્ટોબર 2024ના રોજ વધુ એક સ્ટીલ પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પશ્ચિમ રેલવે, વડોદરાની બાજવા - છાયાપુરી તાર લાઇન પર 60 મીટર લંબાઈના સ્ટીલના પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
12.5 મીટર ઉંચો અને 14.7 મીટર પહોળો 645 મેટ્રિક ટનનો સ્ટીલ બ્રિજ, ગુજરાતના ભચાઉમાં વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે અને ઇન્સ્ટોલેશન માટે સાઇટ પર પહોંચાડવામાં આવ્યો છે.
આ પુલ એસેમ્બલીમાં સી5 સિસ્ટમ પેઇન્ટિંગ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ સાથેના ટોર-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ (ટીટીએચએસ) બોલ્ટ્સના આશરે 25659 નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તમામ 100 વર્ષના આયુષ્ય માટે તૈયાર કરવામાં આવ્યા હતા. સ્ટીલ પુલનું કામચલાઉ માળખા પર જમીનથી 23.5 મીટરની ઉંચાઇએ એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને તેને 2 નંબરની સ્વચાલિત સેમી-ઓટોમેટિક જેક, મિકેનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતો. જેની ક્ષમતા મેક-એલોય બાર્સનો ઉપયોગ કરીને 250 ટનની છે. આ સ્થાન પર થાંભલાની ઊંચાઈ 21 મીટર છે.
સલામતી અને ઇજનેરી ઉત્કૃષ્ટતાના અત્યંત ધોરણોને જાળવી રાખીને આ પ્રોજેક્ટને સાવચેતીપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. જાપાનની કુશળતાનો ઉપયોગ કરીને ભારત "મેક ઇન ઇન્ડિયા" પહેલ હેઠળ માળખાગત સુવિધાનું નિર્માણ કરવા માટે તેના પોતાના તકનિકી અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો સ્ટીલનો પુલ આ પ્રયાસનું એક મોટું ઉદાહરણ છે.
એમએએચએસઆર કોરિડોર માટે આયોજિત 28 સ્ટીલ પુલોમાંથી આ પાંચમો સ્ટીલ પુલ પૂર્ણ થયો છે.