બુલેટ ટ્રેન સ્ટેશનોની કલ્પના આધુનિક જીવનશૈલીના પ્રવેશદ્વાર તરીકે કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પરના દરેક સ્ટેશનોની ડિઝાઇન જે તે શહેરની ભાવનાને પ્રતિબિંબિત કરશે. તેનાથી સ્થાનિક લોકો સાથે ત્વરિત જોડાણ સ્થાપિત થશે અને ભારતની પ્રથમ હાઈ-સ્પીડ પધ્ધતિની માલિકીની ભાવનાને પ્રોત્સાહન મળશે.
અવિરત મુસાફરીના અનુભવ માટે, લાઇનદોરી પરના સ્ટેશનોને રેલવે, મેટ્રો, બસ, ટેક્સી અને રિક્ષા જેવા અન્ય માધ્યમો જેવા કે સ્ટેશનની અંદર અને બહાર વધુ સારી, ઝડપી અને મુશ્કેલી-મુક્ત જોડાણ માટે પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. આ પ્રકારનાં માધ્યમથી પ્રવાસનાં સમયમાં ઘટાડો થશે, સુલભતા વધશે અને જાહેર પરિવહનનાં ઉપયોગને પ્રોત્સાહન મળશે, જેથી આપણાં શહેરોમાં ગીચતા અને ઉત્સર્જનમાં ઘટાડો થશે.
મુસાફરો, હિતધારકોની સુલભતા અને સુવિધા વધારવા તથા સ્ટેશનોની આસપાસ આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે, બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસના વિસ્તારોને ટીઓડી (ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ)ની નીતિઓ અનુસાર વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, રેલવે મંત્રાલય, ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સાથે જોડાણમાં અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ) સાથે ભાગીદારી સાથે, જેને જાપાનમાં આવા જ સફળ પ્રોજેકટોનો દાયકાઓનો અનુભવ છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (એસએમએઆરટી) સાથે સ્ટેશન વિસ્તારના વિકાસ માટેના પ્રોજેક્ટ હેઠળ વિશ્વ-સ્તરીય સ્ટેશન વિસ્તાર વિકસાવવાની તકનિકી પ્રસ્તુત કરવાનો છે.
જેઆઈસીએની ભૂમિકા ટીઓડી યોજનાઓ વૈશ્વિક શ્રેષ્ઠ પ્રણાલિઓ સાથે સુસંગત છે તેની ખાતરી કરવા માટે તકનિકી માર્ગદર્શન અને કુશળતા પ્રદાન કરવાની હશે.
શહેરના અને રાજ્યના સત્તાવાળાઓ દ્વારા ગુજરાતના સાબરમતી અને સુરત તથા મહારાષ્ટ્રના વિરાર અને થાણે એમ ચાર સ્ટેશનોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી)ના કેટલાક લાભો નીચે મુજબ છે:
1.) સુલભતામાં સુધારો અને ભીડમાં ઘટાડો: આ પ્રોજેક્ટ સ્ટેશનોની સુલભતાને સુવ્યવસ્થિત કરશે, જે મુસાફરોને પરિવહનનો સરળ અનુભવ પ્રદાન કરશે.
2.) કોર્પોરેટ ઓફિસો, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટેશન વિસ્તારોની આસપાસ આરોગ્ય સુવિધાઓ જેવી ચાવીરૂપ માળખાગત સુવિધાઓ વિકસાવીને ચાલવા યોગ્ય અંતરે એચએસઆર સ્ટેશનોની આસપાસના વિકાસનો ઉપયોગને ભેળવીને, સમગ્રતયા શહેરી ઇકોસિસ્ટમનું સર્જન કરશે.
3.) સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહનઃ ટીઓડી (ટીઓડી) પહેલથી સ્ટેશનોની આસપાસ વાણિજ્યિક પ્રવૃત્તિઓને વેગ મળશે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને લાભ થશે અને તેનું પ્રાદેશિક અર્થતંત્રમાં પ્રદાન વધશે એવી અપેક્ષા છે.
4.) જમીનનાં મૂલ્યને આકીને તે મારફતે આવકનું સર્જનઃ વિકાસની પહેલોને શહેરી આયોજનનાં સાધનો જેમ કે પ્રીમિયમ એફએસઆઈ/એફએઆરની રજૂઆત, વિકાસ અધિકારોનું હસ્તાંતરણ (ટીડીઆર) વગેરે દ્વારા ટેકો આપી શકાય છે.
5.) ટકાઉ શહેરી વૃદ્ધિ: આ પ્રોજેક્ટ આસપાસના શહેરોને રહેવા યોગ્ય, ટકાઉ શહેરી કેન્દ્રો તરીકે પ્રોત્સાહન આપશે, રોકાણને આકર્ષિત કરશે અને નિવાસીઓ માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરશે.
ટીઓડી પહેલને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે લાંબા ગાળાના ટકાઉપણા અને માપનીયતાને સુનિશ્ચિત કરે છે. આ પ્રોજેક્ટ સ્ટેશન સ્તરે તાત્કાલિક જરૂરિયાતો અને ભવિષ્યમાં વ્યાપક પ્રાદેશિક વિકાસ બંનેને પૂર્ણ કરશે.
વધારાની માહિતી:
ક્ષેત્રફળ | વર્ણન | ક્રિયા/આયોજન |
---|---|---|
વિસ્તાર 1 | બુલેટ ટ્રેન સ્ટેશનની તાત્કાલિક આસપાસ, પીક એન્ડ ડ્રોપ ઓફ, પાર્કિંગ, પેસેન્જર પ્લાઝાનો વિકાસ | પ્રથમ તબક્કાના પ્રવર્તમાન માળખા સાથે સુગમ સંકલન સુનિશ્ચિત કરવા માટે વિવિધ રાજ્ય આયોજન સત્તામંડળો સાથે ગાઢ સંકલન સાધીને તમામ સ્ટેશનો માટે મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન (એમએમઆઇ) યોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે. |
વિસ્તાર 2 | સ્ટેશન ફેસથી 200-500 મીટર સુધી અને તેમાં મુસાફરો માટેની સુવિધા હોવી જોઈએ | સ્ટેશનની આસપાસનો વિસ્તાર ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર હેઠળ વિવિધ શહેરી સત્તામંડળો દ્વારા વિકસાવવામાં આવશે. ● શહેરના માસ્ટર પ્લાન, વિકાસ પ્લાન અને લોકલ પ્લાનમાં સ્ટેશન વિસ્તાર વિકસાવવાના પ્લાનનો સમાવેશ ● પેટા કાયદામાં ફેરફાર, વિકાસ નિયંત્રણો, ફ્લોર એરિયા રાશન (એફએઆર/એફએસઆઈ)માં સુધારો વગેરે જેવા નીતિગત માળખામાં સુધારા અથવા નોંધપાત્ર ફેરફારો. ● હાલના રસ્તાઓ પહોળા કરવા અને માર્ગ ભૂમિતિમાં સુધારણા |
વિસ્તાર 3 | બુલેટ ટ્રેન સ્ટેશનથી 500-800 મીટર સુધી જેમાં મધ્યમથી લાંબા ગાળાના વિકાસનો સમાવેશ થશે |
એચએસઆર કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે શહેરના વિઝનના આધારે ઝોન 2થી આગળનો ઇમ્પેક્ટ ઝોન વિકસાવવામાં આવશે. આમાં શહેરી આયોજન સાધનોનો સમાવેશ થઈ શકે છે જેમ કે જમીન વપરાશમાં ફેરફાર, વિકાસ અધિકારો (TDR) વગેરે. શહેરના સત્તાવાળાઓ દ્વારા આ વિસ્તારને 10 વર્ષથી વધુ સમયના સમયગાળાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવશે. |