Skip to main content

‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ કેવી રીતે હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટને વેગ આપી રહી છે

‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ કેવી રીતે હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટને વેગ આપી રહી છે


સમગ્ર એશિયા પ્રાંતમાં સૌથી ઝડપથી-વૃદ્ધિ પામતા દ્વિપક્ષિય-જોડાણોમાં ઓળખ પામેલી, ભારત-જાપાન ભાગદારીએ લાંબો પથ કાપ્યો છે. ભારતમાં તેની પ્રથમ હાઇ-સ્પીડ રેલ અથવા બુલેટ ટ્રેન રજૂ કરવા હવે બન્ને દેશોએ હાથ મિલાવ્યા છે તે સાથે, આ ભાગીદારી હવે વધારે મજબુત થવાની છે. 508 કિમી લંબાઇનો મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ સમગ્ર કોરિડોરમાં 12 સ્ટેશનો વચ્ચે જોડાણ વધારશે. તેઓનાં નામો બીકેસી (મુંબઇ)-થાણે-વિરાર-બોઇસર-વાપી-બિલિમોરા-સુરત-ભરૂચ-વડોદરા-આણંદ-અમદાવાદ-સાબરમતિ છે. આ ભાગીદારીએ ઇન્ડિયા ઇન્ક.નાં હ્રદયની નજીક રહેલા અન્ય કારણને વેગ પણ આપ્યો છે – અર્થાત ‘મેક ઇન ઇન્ડિયા’ દ્વારા ભારતની ઇકોનોમીને વેગ આપવો.

image1 blog_0

 

મેક ઇન ઇન્ડિયા શું છે?

રાષ્ટ્ર-નિર્માણની શરૂઆતોનાં વ્યાપક સમૂહનાં ભાગરૂપે સપ્ટેમ્બર 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતને એક વૈશ્વિક ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હબમાં રૂપાંતરિત કરવા માટે તેની રચના કરવામાં આવતાની સાથે જ, તે ખુબ જ ઝડપથી ભારતનાં અસંખ્ય હિતધારકો અને ભાગીદારો માટે પ્રેરક બળ અને સમગ્ર વિશ્વનાં સંભવિત ભાગીદારો અને રોકાણકારો આમંત્રણ બન્યું હતું. પરિણામે, ટૂંક સમયમાં જ, આ વિચારે દેશમાં રોકાણ કરવામાં, નવિનીકરણનું ઘડતર કરવામાં, કૌશલ્યો વિકસાવવામાં, બૌદ્ધિક સંપત્તિ (આઇપી) અને બેસ્ટ-ઇન-ક્લાસ મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં મદદ કરી છે. પ્રગતિનું સૌથી દેખિતુ સૂચક વિદેશી પ્રત્યક્ષ રોકાણનાં નોંધપાત્ર ઉંચા સ્તરો પર મહત્વનાં ક્ષેત્રો – રેલ્વે, સંરક્ષણ, વીમા અને તબીબી ઉપકરણો સહિત – અભૂતપૂર્વ રીતે ખુલ્લા થવાનું છે. આ પહેલ ભારતની $2 ટ્રિલિયન ઇકોનોમીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો ઉંચકીને 25 ટકા કરવાનો અને 2022 સુધીમાં 100 મિલિયન નોકરીઓનું નિર્માણ કરવાનો ધ્યેય રાખે છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પરની વધુ માહિતી www.makeinindia.com પર અને ડીપાર્ટમેન્ટ ફૉર ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રોમોશન (ડીઆઇપીપી) ની વેબસાઇટ https://dipp.gov.in/ પર એક્સેસ કરી શકાય છે.

એમએએચએસઆર પ્રોજેક્ટમાં ‘મેક ઇન ઇન્ડિયા’ ની ભૂમિકા

સમજૂતિનાં ભાગ તરીકે, મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (એમએએચએસઆર) પ્રોજેક્ટ મારફત, ભારત તેનાં બે મુખ્ય વાહકો પર ધ્યાન કેન્દ્રિત કરશે: ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ટ્રાન્સફર ઑફ ટેકનોલોજી’.

વિશ્વ-કક્ષાનાં ભાગોનાં નિર્માણમાં જાપાનની ટેકનોલોજી અને ભારતની નિપુણતાનું સંયોજન આ પ્રોજેક્ટ માટે વરદાન સાબિત થઇ શકે છે. પ્રોજેક્ટનાં ટ્રાન્સફર ઑફ ટેકનોલોજી (ટીઓટી) પાસાનાં ભાગ રૂપે, ભારતમાં બનાવવાનાં ભાગો માટે, જાપાન તેનાં ભારતીય સાથીદારો સાથે તેઓનાં નિર્માણ પાછળની તેઓની બ્લૂપ્રિન્ટ્સ અને મેથડોલોજી શેર કરશે. તેનાંથી વિશેષ, ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના અંતર્ગત, ત્યારબાદ ભારત પ્લાનની શરતો અનુસાર પ્રોજેક્ટ સંબંધિત આ ઘટકોની પ્રતિકૃતિઓ અને પુનઃનિર્માણ કરશે.

ભારત આ બે વાહકોનાં પ્રમોશનથી દેશમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરશે, નવી નોકરીઓનું નિર્માણ કરશે, તેનાં પ્રવર્તમાન કાર્યબળનાં કૌશલ્યો અપગ્રેડ કરશે, સંલગ્ન ઉદ્યોગોને વેગ આપશે (સ્ટીલ, સીમેન્ટ, ઇલેક્ટ્રિકલ ઘટકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે.) અને જાપાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલી નવી અને આવનારી ટેકનોલોજી મેળવશે.

જો આપણે સંખ્યાઓ જોઇએ, તો એવું અનુમાન છે કે આ પ્રોજેક્ટ વૃદ્ધિ પ્રેરી શકે છે અને બાંધકામ તબક્કા દરમિયાન 20,000 સુધી રોજગારની તકોનું નિર્માણ કરી શકે છે, જાળવણી અને કામગીરીઓમાં 4,000 પ્રત્યક્ષ  રોજગારી અને બીજી અંદાજીત 20,000 પરોક્ષ નોકરીઓનું નિર્માણ કરી શકે છે.
માત્ર આટલું જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટ રૂટમાં સામાજિક વિકાસને વેગ આપે તેવું પણ અપેક્ષિત છે. વધુમાં, આ પ્રોજેક્ટની વ્યાપક અસર એ તથ્ય પરથી સમજી શકાય છે કે સમગ્ર દેશમાં પ્રોડક્શન બેઝ સ્થાપિત કરવાથી, તેની અસરો ફેલાશે અને લાજિસ્ટિક મથકો, આધુનિક ટાઉનશિપો, ઔદ્યોગિક એકમો અને ઘણી વધારે બાબતોનાં નિર્માણ માટેની શૃંખલાઓ ખોલશે.

આ પ્રોજેક્ટમાં ‘મેક ઇન ઇન્ડિયા’ કેવી રીતે અમલમાં મુકવામાં આવી રહ્યું છે

કોઇપણ પ્રોજેક્ટની સફળતા માટે, ચર્ચા, ભાગીદારી, વિચારોનું આદાનપ્રદાન અને અમલીકરણ એક મહત્વપૂર્ણ પાસાની રચના કરે છે. મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ (એમએએચએસઆર) પ્રોજેક્ટનો ધ્યેય ભારતને ટેકનોલોજીમાં મોખરે અને ઇજનેરી અને સેવાનાં આંતરરાષ્ટ્રિય ધારાધોરણોનાં નિર્માણમાં આગળ પડતું હોવાનું પ્રદર્શિત કરવાનો પણ હોવાથી, યોગ્ય આરોજન દ્વારા ઉચ્ચ કામગીરીની સમગ્ર જૈવપ્રણાલીનું નિર્માણ કરવામાં કોઇ કસર છોડવામાં આવી નથી. ‘મેક ઇન ઇન્ડિયા’ ધ્યેયો પૂર્ણ કરવા માટે એમએએચએસઆર પ્રોજેક્ટ માર્ગદર્શિકાઓ અંતર્ગત અત્યાર સુધીમાં લેવામાં આવેલા કેટલાક મહત્વનાં કાર્ય બિંદુઓ પર અહીં એક દ્રષ્ટિ નાંખી છે.

  • ડીપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રોમોશન (ડીઆઇપીપી) અને જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશવન (જેઇટીઆરઓ) જેવા મહત્વનાં હિતધારકોની સંયોજકતા હેઠળ એમએએચએસઆર પ્રોજેક્ટનાં “મેક ઇન ઇન્ડિયા” ધ્યેયો પૂર્ણ કરવા આવશ્યક પગલાઓની બાબતમાં સતત મનોમંથનો કરવામાં આવી રહ્યા છે.
  • સંભવિત વસ્તુઓ અને ‘મેક ઇન ઇન્ડિયા’ નાં પેટા-તંત્રોની ઓળખ કરવા અને જરૂર અને આવશ્યકતા અનુસાર તાત્કાલિક પગલાઓ લેવા ટ્રેક, સિવિલ, ઇલેક્ટ્રિકલ એન્ડ એસએન્ડટી, અને રોલિંગ સ્ટોન નામનાં 4 મહત્વનાં પેટા-જૂથો વચ્ચે સમયસર અને નિયમિત ચર્ચાઓ અને સભાઓ યોજવામાં આવી રહી છે. આ જૂથો ભારતીય ઉદ્યોગ, જાપાનીઝ ઉદ્યોગ, ડીપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રોમોશન (ડીઆઇપીપી), એનએચએસઆરસીએલ અને જેઇટીઆરઓ (જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)નાં સીનિયર પ્રતિનિધિઓ સમાવે છે


સમજૂતિનાં ‘મેક ઇન ઇન્ડિયા’ ઘટકને આગળ વધારવા અને ભારતીય અને જાપાનીઝ કંપનીઓ વચ્ચે ભાગીદારી પ્રમોટ કરવા અનુસરવામાં આવતા ચર્ચાનાં માનબિંદુને 3 વ્યાપક કેટેગરીઓમાં વિભાજીત કરી શકાય છે:
 

sVzf5CAnuJCed8roHBb0-Qg
  1. પેટા જૂથની સભાઓ- તેમાં ડીપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રોમોશન (ડીઆઇપીપી), રેલ્વે મંત્રાલય, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ), એમએલઆઇટી, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જેઇટીઆરઓ), જાપાનીઝ એમ્બેસી, જાપાન રેલ્વે ઇસ્ટ (જેઆરઇ)નાં પ્રતિનિધિઓ, ભારતીય ઉદ્યોગ જગતનાં પ્રતિનિધિઓ અને અન્ય ઉપરાંત કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ), ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ) અને એસોશિએટેડ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા (એસોચામ)નાં પ્રતિનિધિઓ હાજરી આપે છે.
  2. વર્કશોપ: પ્રોજેક્ટમાં સામેલ વિવિધ હિસ્સાધારકો માટે ભારતમાં અને જાપાનમાં નિયમિત વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રવર્તમાન સાથીદારોની સંપૂર્ણ ભાગીદારી અને સંભવિત રોકાણકારો અને રસ ધરાવતી પેઢીઓને આમંત્રણ આપવાની ખાતરી કરવા માટે અગાઉથી જ આ આખો દિવસ ચાલતા વર્કશોપની જાહેરાતો કરવામાં આવે છે. આ વર્કશોપનું અનુસરણ ભારતીય અને જાપાનીઝ પેઢીઓ વચ્ચે આદાનપ્રદાન માટેનાં મંચ તરીકે બી2બી સભાઓ અને ચર્ચાઓ દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં, ટોક્યોમાં એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેનાં સમાપનમાં આગામી દિવસે ભારતીય પેઢીએ જાપાનીઝ પેઢીની મુલાકાત લીધી હતી.
  3. ટાસ્ક ફોર્સ સભાઓ: આ સભાઓનો હેતુ અમલમાં મુકવામાં આવેલી યોજનાઓની પ્રગતિની ચકાસણી કરવાનો અને પ્રોજેક્ટ બાબતમાં આગળનાં માર્ગ અંગે ચર્ચા કરવાનો પણ છે. ડીઆઇપીપીમાં તાજેતરમાં જ યોજવામાં આવેલી એક સભામાં, ભાવિ એક્શન પ્લાનને મંજુર કરવાની સાથે પેટા જૂથની સભાઓ અને વર્કશોપની પ્રગતિ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા સભાઓમાં અન્ય ઉપરાંત ડીઆઇપીપી, રેલ્વે મંત્રાલયસ, એનએચએસઆરસીએલ, જમીન, આંતરમાળખા, પરિવહન અને પ્રવાસન મંત્રાલય (એમએલઆઇટી), જેઇટીઆરઓ, જાપાનીઝ એમ્બેસી અને જેઆરઇનાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.


આવા વર્કશોપ અને સભાઓ મારફત સમગ્ર ભારત અને જાપાનમાં બાંધકામ કંપનીઓ, મેન્યુફેક્ચર્સ અને ઉદ્યોગ સાહસિકો સુધી પહોંચીને, એમએએચએસઆર પ્રોજેક્ટ બે રાષ્ટ્રો વચ્ચે સકારાત્મક વ્યાપાર જોડાણને સરળ બનાવે છે અને ભારતમાં ટેકનોલોજીકલ પ્રગતિ માટે વધારો મોટી ક્ષિતિજો ખોલે છે.

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સંયુક્ત સમજૂતિ અનુસાર, એચએસઆર પ્રોજેક્ટનાં વિવિધ ઘટકોને યાદીમાં ઉમેરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

image1


                                                                  ટ્રેક વર્ક્સ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ટ્રાન્સફર ઑફ ટેકનોલોજી’  માટે લક્ષ્યાંકિત વસ્તુઓની યાદી

sGewGjEfU5l30XX9txLeRXg111

                                      
                                                                ઇલેક્ટ્રિકલ વર્ક્સ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ટ્રાન્સફર ઑફ ટેકનોલોજી’ માટે લક્ષ્યાંકિત વસ્તુઓની યાદીઓ

sUCZ8IioXdpKnNCP-oBoeOA112

                                                                    સિવિલ વર્ક્સ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ટ્રાન્સફર ઑફ ટેકનોલોજી’ માટે લક્ષ્યાંકિત વસ્તુઓની યાદીઓ

sHDzRTLWA430CzsumQcogzQ


તમે “મેક ઇન ઇન્ડિયા” અંતર્ગત નીચેની વસ્તુની સંક્ષિપ્ત વિગતો પણ અમારી વેબસાઇટ પર શોધી શકો છો

  • ઓએચઇ સ્ટીલ માસ્ટ
  • રેલ ટર્નઓવર પ્રીવેન્શન ડીવાઇસ
  • એમ્બેડેડ ઇન્સર્ટ્સ
  • સીમેન્ટ આસ્ફાલ્ટ મોર્ટાર (સીએએમ)  

આ ઉપરાંત, યાદીમાં ઘણી વધારે વસ્તુઓ હશે જેને ભારતમાં બનાવવામાં આવશે અને ભારતની પ્રથમ હાઇ સ્પીડ રેલનાં નિર્માણમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવશે. આ તબક્કે જરૂરીયાત ઓળખવાની અને તેનાં અમલીકરણ માટે સ્ત્રોતો સંલગ્ન કરવાનાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની બૃહદ વિગતો એનમએચએસઆરસીએલની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

શું ‘મેક ઇન ઇન્ડિયા’ ભારત અને જાપાન બન્ને માટે ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે?
image211


આ પ્રોજેક્ટ ચોક્કસપણે ઇન્ડિયા ઇન્ક.ની કેપમાં એક નવું પીંછુ હશે. આપણા જેવા વૃદ્ધિ પામતા રાષ્ટ્ર માટે, તમામ ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિઓની વૃદ્ધિ થવાથી વિશેષ કોઇ વધારે સારા સમાચાર વર્ષોમાં ભાગ્યે જ હોય. ભારતમાં ભાગીદારીઓ અને મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવા માટે જાપાનીઝ કંપનીઓને આવકારવામાં આવે છે. ભારતીય પેઢીઓએ ટેકનિકલ અપગ્રેડેશન માટે આ તક ઝડપી લેવી જોઇએ. તેઓ મોટા અને વૃદ્ધિ પામતા ભારતીય રેલ્વેઝ અને મેટ્રો રેલ્વે બઝારમાં પણ ઍક્સેસ મેળવશે. ભારતમાં પ્રોડક્શનનો નીચો ખર્ચ અન્ય દેશોમાં નિકાસ માટે જાપાનીઝ ઉત્પાદનને ખર્ચની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક બનાવશે. જાપાનીઝની સાથે, ભારત પણ વધારે સારી ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ પ્રથાઓનાં આત્મસાત કરવાથી ફાયદો મેળવવા તત્પર છે.
આમ, તે બન્ને દેશો માટે ફાયદાનો સોદો છે!

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં ‘મેક ઇન ઇન્ડિયા’ પાસા સંબંધિત વધારે માહિતી માટે અમને અહીં ફોલો કરો: nhsrcl.in

સંદર્ભસૂચિ:

  1. https://bit.ly/2WI2Df0
  2. https://dipp.gov.in/
  3. www.makeinindia.com