મુખ્ય સામગ્રી પર જાઓ

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

મીડિયા સંક્ષિપ્ત : NHSRCL બુલેટ ટ્રેન- MAHSR કોરિડોર માટે વિદ્યુત કાર્ય ચલાવવા માટે સ્વીકૃતિ પત્ર જારી કરે છે

Published Date

 

  • મુંબઈ અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (એમએએચએસઆર) પ્રોજેક્ટના અમલીકરણમાં પ્રગતિની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં મેસર્સ સોજીત્ઝ અને એલએન્ડટી કોન્સોર્ટિયમને ઇડબલ્યુ-1 પેકેજ હેઠળ ઇલેક્ટ્રિકલ કાર્યો હાથ ધરવા માટે સ્વીકૃતિ અંગેનો પત્ર (એલઓએ) ઇશ્યૂ કરવામાં આવ્યો છે.

  • ઇડબલ્યુ-1 નાં કાર્યોમાં ડિઝાઇન, ઉત્પાદન, પુરવઠો, નિર્માણ, ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને 2 x 25 જેવી ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમનો સમાવેશ થાય છે, જે 320 કિમી/કલાકની ઝડપ માટે અનુકૂળ છે, જેમાં જાપાનીઝ શિંકનસેન સિસ્ટમ-આધારિત ટ્રેક્શન પાવર સપ્લાય સામેલ છે.

  • તેમાં ટ્રેક્શન સબસ્ટેશન્સ, સ્વિચિંગ સ્ટેશન્સ, ઓવરહેડ ઇક્વિપમેન્ટ્સ (ઓએચઇ), ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ્સ, એસોસિએટેડ બિલ્ડિંગ્સ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇક્વિપમેન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં આશરે 508 કિલોમીટરના સમગ્ર એમએએચએસઆર કોરિડોર અને ગુજરાત, મહારાષ્ટ્રના ત્રણ ડેપોનો સમાવેશ થાય છે.

Related Images